બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, યુવતીને અનેક વર્ષ ભોગવી પછી પુત્રીને પણ...
Last Updated: 11:36 PM, 22 May 2025
Jamnagar News : જામનગરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસ્લિમ યુવકે પરિણીતાની સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા કર્યા છે. નરાધમે લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું છે. અકરમ ખીરા નામના નરાધમે પરણિતાને પોતાનો શિકાર બનાવી હતી. પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ધમકીઓ પણ આપી હતી. આરોપીએ ધમકીઓ આપી મહિલાને ગર્ભપાત પણ કરાવ્યો હતો. પોલીસે આરોપી અકરમ ખીરાની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.
ADVERTISEMENT
જામનગરમાં લવજેહાદનો ચોંકાવનારો કિસ્સો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જામનગરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. વિધર્મીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. નરાધમે લગ્નની લાલચ આપી પરણિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. અકરમ સલીમ ખીરા નામના નરાધમે અવાર નવાર પરણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમ આરોપી એટલે જ અટક્યો નહોતો. આરોપીએ ફરિયાદી મહિલાની 7 વર્ષની બાળકી સાથે પણ શારીરિક અડપલાં કર્યા હતા. ત્યાર બાદ મહિલાની આંખો ઉઘડી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમેરિકામાં વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા 10 વધુ લોકો જીવતા ભૂંજાયા
માતા બાદ તેની બાળકીને પણ શિકાર બનાવી
ADVERTISEMENT
પરિણીત મહિલાએ બાળકીને નહી સ્પર્શવાનું કહેતા તેણે કહ્યું કે, તારી દિકરીએ પણ મારી આવી જ રીતે સેવા કરવી પડશે. પરિણીતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી ધમકીઓ પણ આપી હતી. આરોપીએ મહિલાના ફોટો વીડિયો ઉતારી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આરોપી અક્રમ ખીરાએ ધમકીઓ આપી મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. પોલીસે આરોપી અકરમ ખીરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.