બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી મસ્જિદોમાં લાઉડ સ્પીકરોના ફુલ અવાજ પર વાંધો ઉઠાવામાં આવ્યો છે. તો સાથે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. ત્યારે હવે સંજય રાઉતે ઝંપલાવ્યું છે. રાજ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે.
સંજય રાઉતે કહ્યું કે, રાજ ઠાકરેને સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ જ ઉદ્ધવ ઠાકરેના અઢી વર્ષના મુખ્યમંત્રી પદ વાળા વચનની યાદ આવી રહી છે. સંજય રાઉતે રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે, તેમની અકલ આટલી મોડી કેમ ખુલી છે. ભાજપ અને શિવસેનામાં શું થયું છે, તે અમે બન્ને જોઈ લઇશું. તેમાં અમારે કોઈ ત્રીજાની જરૂર નથી.
ADVERTISEMENT
People thought it (MNS chief Raj Thackeray's event at Shivaji Park y'day) was BJP's event...The law of the land prevails in Maharashtra. Home minister everything will do as per the law: Shiv Sena's Sanjay Raut on Raj Thackeray's comment on removing loudspeakers at mosques pic.twitter.com/J0nbIQEROc
— ANI (@ANI) April 3, 2022
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા છે
સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, શિવાજી પાર્કમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેના કાર્યક્રમને જોઇને લોકોને લાગ્યું કે આ ભાજપનો કાર્યક્રમ છે. મસ્જિદથી લાઉડ સ્પીકર હટાવવાની રાજ ઠાકરેની વાત પર સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં દેશનો કાયદો કાયમ છે. ગૃહમંત્રી બધુ કાયદા અનુસર કરશે. પહેલા એ જુઓ કે કયા ભાજપ શાસક રાજ્યોમાં અઝાન બંધ થઇ ગઇ કે મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવી દેવાયા છે. આ મહારાષ્ટ્ર છે અહીં કાયદાનું પાલન કરવામાં આવે છે.
ADVERTISEMENT
રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યો હતો કટાક્ષ
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો હતો, જેમની પાર્ટી શિવસેના 2019માં મુખ્યમંત્રી પદને લઈને ભાજપથી અલગ થઈ હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા હતા કે, દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા, તેમણે ક્યારેય સિટ વહેંચણીની ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો નથી.
ADVERTISEMENT
લાઉડસ્પિકર હટાવો નહીતર મસ્જિદ સામે હનુમાન ચાલીસા વગાડીશુંઃ રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી મસ્જિદોમાં લાઉડસ્પિકરોની ફુલ અવાજ પર વાંધો ઉઠાવામાં આવ્યો છે. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે મસ્જિદોના લાઉડસ્પિકર બંધ કરાવાની માગ કરતા એક રેલીનું આયોજન કર્યું હતું. રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં કહ્યું કે, મસ્જિદોમાં લાઉડસ્પિકર આટલા ઉંચ્ચા અવાજે શા માટે વગાડવામાં આવે છે ? જો તેને રોકવામાં નહીં આવે, તો મસ્જિદોની બહાર સ્પિકર પર મોટા અવાજે હનુમાન ચાલિસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે, હું પ્રાર્થના અથવા કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધમાં નથી, મને મારા ધર્મ પર ગર્વ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.