ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / sharing-child-pornography-on-whatsapp-may-result-7-years-in-jail-ttec

NULL / સાવધાન! જો WhatsApp પર ભૂલથી પણ શેર કરશો આ ક્લિપ તો થશે 7 વર્ષની સજા

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વોટ્સએપ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે ભારત સરકારે એક નવો કાયદો પ્રપોઝ રાખ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી તેજીથી શેર કરવામાં આવી રહેલ છે અને આ સમસ્યા ખૂબ ગંભીર છે. રિપોર્ટનાં અનુસાર સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટમાં કંઇક સંશોધન કરવાની તૈયારી કરી છે. આ સંશોધનમાં એક જોગવાઇ એ પણ છે કે જો કોઇ ઇંસ્ટૈંટ મેસેજિંગ એપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ક્લિપ્સ સેન્ડ કરે છે તો તેને 7 વર્ષની સજા થઇ શકે છે અને તેને માટે કોઇ જામીન પણ નહીં મળે. આ સિવાય દંડ પણ ભરવાનો રહેશે.

પ્રસ્તાવિત કાયદા અંતર્ગત દરેક યૂઝર્સને માટે આ જરૂરી રહેશે કે જો આપની પાસે કોઇ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ક્લિપ આવે છે તો તેને ઓથોરિટીને રિપોર્ટ કરો. જો યૂઝરે આવું નહીં કર્યું તો આને માટે પણ ભારે દંડ ભરવાનો રહેશે.

TOIનાં એક રિપોર્ટ અનુસાર એક્ટમાં કરવામાં આવેલ ફેરફાર હાલમાં કાયદા મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં અપ્રૂવલની રાહમાં છે. રિપોર્ટ અનુસાર સપ્તાહ ભરમાં બંને મંત્રાલય પાસે અપ્રૂવ થઇને તે કેબિનેટ પાસે જશે.

રિપોર્ટ અનુસાર આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઇ પણ વોટ્સએપ પર શેર કરવા માટે જો ચાઇલ્ડ પોર્નોગ્રાફી પોતાનાં ડિવાઇસમાં સ્ટોર કરે છે તો ખાસ કરીને કોમર્શિયલ યૂઝ માટે તો તેને 3 વર્ષની સજા થઇ શકે છે. જો કે આ સંશોધનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રિસીવ કરનારા યૂઝરની સજાને વિશે નથી લખવામાં આવેલ. પરંતુ તેઓએ રિપોર્ટ કરવાનો ફરજિયાત રહેશે અને તેને ડિલીટ પણ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધારે વોટ્સએપ યૂઝર્સ છે અને તાજેતરનાં દિવસોમાં ફેક ન્યૂઝ તેજીથી ફેલાતા જોવાં મળી રહ્યાં છે. ત્યારે આને રોકવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ છે પરંતુ હજી સુધી કોઇ જ એવાં પરિણામ પર કંપની પહોંચી નથી અને ના તો સરકાર. વોટ્સએપે પહેલી વાર ભારતમાં વોટ્સએપ હેડ પણ પુનર્સ્થાપિત કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ