Share Market Opening Sensex-Nifty down as soon as it opened
SHORT & SIMPLE /
બીજા દિવસે પણ શેરબજારમાં જોવા મળી નરમાઈ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે જ લાલ નિશાન પર થયા ટ્રેડ
Team VTV09:50 AM, 25 May 23
| Updated: 11:10 AM, 25 May 23
આજે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ખોટમાં રહી શકે છે.
મિશ્ર વલણ વચ્ચે ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત
સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા
વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારે ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત કરી હતી. આજે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ખોટમાં રહી શકે છે. આ પહેલા બુધવારે માર્કેટની સતત 3 દિવસની સ્પીડ પર બ્રેક લાગી હતી.
Sensex falls 75.1 points to 61,698.68 in early trade; Nifty dips 31.05 points to 18,254.35
સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લાલ નિશાન પર રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં લગભગ શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 75.1 પોઈન્ટ ઘટીને 61,698.68 પર અને નિફ્ટી 31.05 પોઈન્ટ ઘટીને 18,254.35 ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સમાં સામેલ કંપનીઓ પર નજર કરીએ તો એફએમસીજી કંપનીઓના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. તે જ સમયે, બેંકિંગ અને ઓટો કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.