બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / share market falls on monday today sensex 480 points down

મન્ડે માર્કેટ / આજે ફરી તૂટયું માર્કેટ, સેન્સેક્સ 480 પોઈન્ટ ગબડ્યો, નિફ્ટી 17000 થી પણ નીચે, રોકાણકારો ટેન્શનમાં

Mayur

Last Updated: 09:54 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગબડ્યા હત. કોરોના ઇફેક્ટના કારણે માર્કેટ પર આ અસર જોવા મળી હોવાનું અનુમાન છે.

  • લાલ નિશાન પર શેરબજારની શરૂઆત 
  • સેન્સેક્સમાં 483 પોઈન્ટનો ઘટાડો 
  • નિફ્ટી 145 પોઈન્ટ ગબડ્યો 

નબળા ગ્લોબલ ટ્રેન્ડ્સ વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 483 પોઈન્ટ અથવા 0.85 ટકાના ઘટાડા સાથે 56,577 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 145 પોઈન્ટ અથવા 0.85 ટકા ઘટીને 17 હજારની નીચે 16,958 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

સોમવારે નબળી શરૂઆત 

બજાર ખુલતાની સાથે જ લગભગ 786 શેર વધ્યા હતા, 1425 શેર ઘટ્યા હતા અને 118 શેર યથાવત રહ્યા હતા. અગાઉ, શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે, બજાર વધારા સાથે ખુલ્યું હતું અને અંતે લાલ નિશાન પર બંધ થયું હતું.

BSE નો 30 શેરો ધરાવતો SENSEX INDEX 460 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 57,061 પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ NIDTY INDEX 142 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 17,102 પર બંધ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

business sensex nifty share market monday બિઝનેસ ન્યૂઝ શેરબજાર news share market monday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ