બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shankarsinh Vaghela said about alcohol ban in Gujarat

નિવેદન / દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, નવી સરકારને તક આપશો તો...

Kavan

Last Updated: 12:09 AM, 12 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીને લઈને નિવેદન કર્યું છે. ગુજરાતમાં એક એક કિલોમીટરે દારૂ મળે છે તો કેમ પરવાનગી આપવામાં આવતી નથી.

  • શંકરસિંહનો ફરી દારૂ ઉવાચ
  • સરકાર બનશે તો હટશે પાબંધી
  • ખુલ્લેઆમ દારૂ મળશે છે તો બંધી શેની?

તેમણે ગાંધી, સરદારના નામે બહુ થયું હોવાની વાત વાઘેલાએ કરી છે. દારૂબંધી હટાવવીએ સમયની માગ હોવાની વાત કરી રહ્યા છે. નવસારીમાં ગુણવત્તાવિહીન દારૂથી અનેક લોકના મોત થઈ રહ્યા છે ત્યારે સરકાર લોકોની વાત માને અને આ દારૂબંધીનું નાટક બંધ કરે.વાઘેલા પહેલા પણ કહી ચુક્યા છે કે તેમની સરકાર બનશે તો દારૂપરની પરવાનગી હટાવી લેવામાં આવશે. 

દારૂબંધી અંગે છૂટ આપવા વીડિયો કર્યો હતો પોસ્ટ 

ગુજરાતમાં દારૂબંધી વિશે ગુજરાતના જ એક નેતાનો વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વીટર પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી અંગે છૂટ આપવાની માંગ કરી છે.

ગુજરાતના CM રહી ચુકેલા અને હાલ NCPના પ્રેસિડેન્ટ શંકરસિંહ વાઘેલાએ ટ્વવીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધીની વાત કરીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે.  તેમણે કહ્યુ છે કે , "જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. ૧૦૦ દિવસ મા કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે.'

દારૂબંધી મુદ્દે દંગલ

ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો વારંવાર સરકાર સામે સળગતા સવાલ ઉભા કરી રહ્યો છે. આ પહેલા પણ રાજસ્થાનના CM ગહેલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ વેચાય છે ના નિવેદનને પગલે આ મુદ્દો સળગી ઉઠ્યો હતો ત્યારે હાલ ગુજરાતમાં અબજોનો દારૂ વર્ષે પકડાય છે જેને પગલે CM રૂપાણીએ નિવેદન આપ્યુ હતુ. ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીનો મુદ્દો ઉછાળ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Shankarsinh Vaghela gujarat દારૂબંધી શંકરસિંહ વાઘેલા Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ