બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani nakshatra gochar 2023 these six zodiac signs could be lucky to get money

ગોચર / રાહુના નક્ષત્રમાં આવશે શનિ, આ 6 રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ

Premal

Last Updated: 07:52 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ હોય છે. પરંતુ રાહુના નક્ષત્રમાં શનિ હંમેશા અશુભ પરિણામ આપતા નથી. આ સંયોગ ઘણી રાશિના જાતકો માટે લાભદાયી અને ફળદાયી પણ રહે છે. આવો જાણીએ કે શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકોને લાભ આપવાનો છે.

  • શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ હોય છે
  • રાહુના નક્ષત્રમાં શનિ હંમેશા અશુભ પરિણામ આપતા નથી
  • શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે?

શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકોને લાભ કરાવશે?

શનિ દેવ 15 માર્ચે સવારે 11 વાગ્યે 40 મિનિટે શતભિષા નક્ષત્રના પહેલા તબક્કામાં ગોચર કરવાના છે. અહીં શનિ 17 ઓક્ટોબર સુધી બિરાજમાન રહેશે. આવો જાણીએ કે શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકોને લાભ આપવાનો છે. 

મેષ: નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે. પહેલેથી વ્યવસાય કરી રહેલા લોકો માટે આ સમયગાળો આર્થિક લાભ લઇને આવી શકે છે. શનિ મહારાજ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શતભિષા નક્ષત્રમાં રહેશે. જેના પરિણામે મેષ રાશિના જાતકોને ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. 

મિથુન: જે લોકો લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનુ સપનુ જોઈ રહ્યાં છે, તેમની તમન્ના પૂરી થઇ શકે છે. કારકિર્દી મામલે ઘણા સારા પરિણામ મળશે. 

સિંહ: શતભિષા નક્ષત્રમાં શનિની ઉપસ્થિતિ કારકિર્દીમાં સફળતા અને નોકરીમાં સ્થળાંતરના યોગ દર્શાવી રહી છે. નવી નોકરી શોધી રહેલા લોકો માટે સારી ઑફર મળી શકે છે. 

તુલા: શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિના જાતકોને કારકિર્દીમાં સારા પરિણામ આપવાનો છે. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શ્રેષ્ઠ રહેવાનો છે. પોતાનો વ્યવસાય કરનારા જાતકોને મોટો ધન લાભ થવાના અણસાર છે. 

ધન: ધન રાશિ માટે પણ શનિનો આ નક્ષત્ર ગોચર શુભ રહેવાનો છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નોકરિયાત વર્ગને નોકરીમાં ઉન્નતિ અને આવકમાં વધારો મળી શકે છે. 

મકર: શનિદેવનો શતભિષા નક્ષત્રમાં ગોચર વેપારી વર્ગના જાતકો માટે વધુ લાભદાયી સાબિત થશે. તમે સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ આગળ વધારવામાં સફળ રહેશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Shanidev money problem zodiac signs શનિદેવ Shanidev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ