બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:28 PM, 27 February 2024
વૌદિક શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય બાદ પોતાની રાશિ જરૂર બદલે છે. સાથે જ એક ગ્રહ બીજા ગ્રહની સાથે સંયોગ બનાવે છે. ગ્રહોની ચાલમાં ફેરફાર અને રાશિ પરિવર્તનથી પૃથ્વી પર હાજર દરેક પ્રાણીઓના જીવનમાં શુભ અને અશુભ પ્રભાવ પડે છે. જણાવી દઈએ કે શનિ દેવ વર્તમાન સમયમાં કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યા છે સાથે જ માર્ચ મહિનામાં મંગળ ગ્રહ પણ કુંભ રાશિમાં સંચરણ કરશે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે માર્ચમાં કુંભ રાશિમાં બે ગ્રહ શનિ અને મંગળ યુતિ કરશે. ગ્રહોના સેનાપતિ અને શનિદેવની યુતિથી બધી 12 રાશિઓના જાતકોના જીવન પર શુભ અશુભ અસર જોવા મળશે. જાણો કુંભ રાશિમાં શનિ અને મંગળ દેવની યુતિથી કઈ કઈ રાશિને લાભ થશે.
ADVERTISEMENT
તુલા
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં મંગળ અને શનિદેવની યુતિથી તુલા રાશિના જાતકોને ફાયદો થશે. કારણ કે કુંભ રાશિમાં બન્ને ગ્રહની યુતિ પંચમ ભાવમાં બની રહી છે. એવામાં જાતકોને સંતાન પક્ષથી અમુક શુભ સંદેશ સાંભળવા મળી શકે છે.
સાથે જ લાંબા સમયથી ફસાયેલું ધન મળવાની સંભાવના છે. વેપારીઓ અને અધિકારીઓ માટે આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. વ્યાપારમાં ઈચ્છા અનુસાર લાભ થઈ શકે છે. જે જાતક નૌકરી કરી રહ્યા છે તેમની પદોન્નતિ થઈ શકે છે.
મેષ
મેષ રાશિના જાતકો માટે શનિ અને મંગળ ગ્રહની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મેષ રાશિમાં બન્ને ગ્રહોની યુતિ લાભ અને ઈનકમના સાથ પર બનવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ સમયે આ જાતકની આવકમાં જબરદસ્ત લાભ થઈ શકે છે. સાથે જ બેંક બેલેન્સમાં પણ વધારો થશે.
વધુ વાંચો: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ
જે જાતક પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારી રહ્યા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. જાતકના ભૌતિક સુખોમાં વિસ્તાર થશે. સાથે જ કરિયરમાં અચાનક સફળતા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.