બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ધર્મ / shani dev happy know easy shani upay to please magistrate of kaliyug

શનિદેવ / શ્વાનની આ રીતે સેવા કરવાથી દૂર થઈ જાય છે શનિદોષ: જાણી લો કળિયુગના દંડાધિકાર શનિને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

Manisha Jogi

Last Updated: 11:11 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે સવારે વહેલા સ્નાન કરીને શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

  • શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત
  • શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે
  • આ વિશેષ ઉપાય કરીને મેળવો શનિદેવની કૃપા

શાસ્ત્રો અનુસાર શનિદેવને ધર્મરાજ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ તમામ સારા અને ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવની કુદ્રષ્ટી કોઈ રાશિના જાતકો પર પડી જાય તો મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. શનિદેવને પ્રસન્ન રાખવાથી ધન, નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે તથા તમામ સમસ્યાથી મુક્તિ મળે છે. માન્યતા અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે સવારે વહેલા સ્નાન કરીને શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જો તમારા જીવનમાં ધન, નોકરી અથવા વેપાર સંબંધિત સમસ્યા છે, તો આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

દાનવીર બનો
ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરતી વ્યક્તિ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવની કૃપા મેળવવા માટે દાન પુણ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ અને સ્વચ્છ કપડાંનું દાન કરવું જોઈએ. 

શનિયંત્રની પૂજા
જો તમારા જીવનમાં નોકરી, બિઝનેસ, ધન સાથે જોડાયેલ સમસ્યા છે, તો શનિવારે સ્નાન ધ્યાન કરીને શનિયંત્રની પૂજા કરો. જેથી રોજગાર મળશે અને જીવનમાં સુખ શાંતિ આવશે. 

શનિ મંત્રનો જાપ
જ્યોતિષ વિદ્યામાં શનિમંત્રના જાપને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. અંગત અને પ્રોફેશનલ જીવનમાં પરેશાની આવે છે, તો આ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ. 
मंत्रः-  ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः 
मंत्रः- ॐ शं शनिश्चरायै नमः 

શ્વાનની સેવા કરો
શ્વાનની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શ્વાનને ભોજન આપવાથી અને તેમની દેખભાળ કરવાથી શનિદેવ નારાજ થતા નથી. આ પ્રકારે શનિદેવની વિશેષ કૃપા રહે છે. 

હનુમાનજીની પૂજા
શનિદેવ અને હનુમાનજીનો ખાસ સંબંધ છે. શનિદેવની સાથે સાથે બજરંગબલીની પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા રહે છે. 

ભગવાન શિવની પૂજા
ભગવાન શંકર શનિદેવને ગુરુ માને છે. આ કારણોસર શનિવારે શિવલિંગ પર જળાભિષેક કરવાથી શનિદેવના આશીર્વાદ રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ