બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / shani chandra yuti 2023 make vish yog negative impact on these 3 Rashi

Vish Yog 2023 / નોકરીમાં આવશે મુશ્કેલી, બિઝનેસમાં પડશે ફટકો: કુંભ રાશિમાં બની રહ્યો છે વિનાશકારી વિષ યોગ

Bijal Vyas

Last Updated: 05:50 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ અને ચંદ્રના સંયોગથી વિષ યોગ બની રહ્યો છે. આ યોગ બનવાથી ઘણી રાશિઓને ફાયદો થશે, જ્યારે આ 3 રાશિવાળાઓએ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

  • શનિ અને ચંદ્રના સંયોગથી વિષ યોગ બની રહ્યો છે
  • ચંદ્રમા 30 ઓગસ્ટે સવારે 10.19 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે
  • વૃષભ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસની ઉણપ રહેશે

Vish Yog 2023: વૈદિક જ્યોતિષ અનુસાર, શનિને નવ ગ્રહોમાં સૌથી ક્રૂર માનવામાં આવે છે. તેવામાં શનિ ગ્રહની સ્થિતિમાં જ્યારે પરિવર્તન આવે છે, ત્યારે તેની અસર 12 રાશિઓના જીવન પર પડે છે. ઉલ્લેખનીય છે કે, આ સમયે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. બીજી તરફ જ્યારે અન્ય ગ્રહો આ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સંયોગ હોય છે જેના કારણે શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. એ જ રીતે ચંદ્ર 30મી ઓગસ્ટે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં શનિ અને ચંદ્રના સંયોગથી વિષ યોગ બની રહ્યો છે. આ યોગ બનવાથી ઘણી રાશિઓને ફાયદો થશે, જ્યારે આ 3 રાશિવાળાઓએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આવો જાણીએ કે, શનિ અને ચંદ્રના સંયોગથી બનેલો વિષ યોગ કઈ રાશિઓ માટે ફાયદાકારક છે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રમા 30 ઓગસ્ટે સવારે 10.19 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 1 સપ્ટેમ્બરના રોજ સવારે 9.36 વાગ્યા સુધી ત્યાં રહેશે. આ પછી મીન રાશિમાં સંચાર કરે, આવી સ્થિતિમાં વિષ યોગ 1લી સપ્ટેમ્બર સુધી રહેશે. જો શનિ અને ચંદ્ર એકબીજાની નજીક હોય તો વિષ દોષનું બળ વધે છે. આ સંયોગનું સૌથી ખરાબ સ્થાન ચોથુ, આઠમું અને બારમા ઘરમાં હોય છે, જો કે કુંડળીના અન્ય કોઈ ઘરમાં હોય તો પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે. આ યોગ માનસિક તણાવ, નિરાશા ચિંતા અને બીજી ઘણી સમસ્યાઓનું સર્જન કરે છે. ચંદ્ર હવે સિંહ રાશિમાં સંક્રમણ કરશે.

કુંભ રાશિમાં થશે શનિદેવની વક્રી: આ 5 રાશિના જાતકો રહે સાવધાન! પડી શકે છે  ઉલટી ચાલનો નકારાત્મક પ્રભાવ | shani vakri 2023 saturn opposite motion  negative impact on zodiac sings

આ રાશિઓ પર વિષ યોગની ખરાબ અસર પડશે
1. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે ચંદ્ર ત્રીજા ઘરનો સ્વામી છે. આ સાથે જ શનિ 10મા ભાવમાં સ્થિત છે. આવી સ્થિતિમાં નોકરી કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, જેના કારણે તમારા સંબંધો બગડી શકે છે. તમારી અંદર આત્મવિશ્વાસની ઉણપ રહેશે, જેના કારણે તમે તમારા દરેક કાર્યમાં થોડી મૂંઝવણ અનુભવશો. નોકરી કે પ્રમોશન મળવામાં વિલંબ થઈ શકે છે.

2. કર્ક રાશિ
આ રાશિમાં ચંદ્ર પ્રથમ ઘરનો સ્વામી છે અને શનિ 8મા ભાવમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં અચાનક ઉતાર-ચઢાવ આવી શકે છે. વાહન ચલાવતી વખતે અથવા મુસાફરી કરતી વખતે સાવચેત રહો, કારણ કે અચાનક અકસ્માત થઈ શકે છે. જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ આવી શકે છે. તેથી પરેશાન થવાને બદલે તેમનો સામનો કરવાનો પ્રયાસ કરો. તેની સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.

શનિના વક્રીથી સાવધાન.! આ રાશિના જાતકોના જીવનમાં મચશે હાહાકાર/ shani vakri  2023 saturn going to retrograde outcry in lives of these zodiac signs

3. કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પ્રથમ અને સાતમા ભાવમાં વિષ યોગ રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની ચિંતા થોડી વધી શકે છે. આવી સ્થિતિમાં માનસિક અને શારીરિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે, કારણ કે દરેક કાર્યમાં અવરોધો આવશે. આવી સ્થિતિમાં તમે થોડા ચિંતિત રહી શકો છો. આ સિવાય તમારા વિવાહિત જીવન પર નકારાત્મક અસર પડશે અને તમારે દલીલો અને વિવાદોનો સામનો કરવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ