બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / ShaktiSinh Gohil said people who were hero in congress became zero after changing the party

રાજકારણ / 'કોંગ્રેસમાં હવે રીવર્સ ટ્રેન્ડ શરૂ', પાર્ટીને રામરામ કહેનારા ધારાસભ્યોને લઇ શક્તિસિંહ ગોહિલનું ચોંકાવનારું નિવેદન

Vaidehi

Last Updated: 06:06 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"અમારે ત્યાં જે હીરો હોય, એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવાં ઘણા દાખલા મળશે, એટલે હવે એક રીવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે." કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા પાર્ટી છોડવા મુદે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે.

  • કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી છોડવા મુદે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
  • કહ્યું કે, કોંગ્રેસમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે
  • "કોંગ્રેસમાં હીરો હોય અને ત્યાં જઈને ઝીરો થાય છે"

કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ હાલમાં પ્રેસ કોન્ફેરેન્સ યોજી હતી જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસનાં સભ્યો દ્વારા કરવામાં આવતાં પક્ષપલટાને લઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે,  'અમારે ત્યાં જે હીરો હોય, એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવાં ઘણા દાખલા મળશે, એટલે હવે એક રીવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. '

પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવી રહ્યાં છે- શક્તિસિંહ વાઘેલા
પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા પાર્ટી છોડવા મુદ્દે શક્તિસિંહ ગોહિલએ કહ્યું કે, રાજીવ ગાંધી પક્ષપલટા કાયદો લાવ્યાં અને કહ્યું કે રાજકારણમાં આવું ન થવું જોઈએ. પણ એથી આગળ વધીને ભાજપનાં નેતા વડાપ્રધાન થયાં અટલ બિહારી વાજપાયીએ પાર્લામેંટમાં કહ્યું હતું કે રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જે દળ સાથે જોડાયેલા છો એ વિચારધારા સાથે જોડાયેલા રહો..

અમારે ત્યાં હીરો ત્યાં ઝીરો થયાં હોય..
ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, "આ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્યો પર ખોટો કેસ કરવાનો, સગા સંબંધીઓની ટ્રાંસફર કરવાની...એક બાજુ ભય એક બાજુ લાલચ...આવો મંત્રી બનાવીશું, ટિકીટ આપશું...કેટલા કરોડ 12-15- 20... અને પછી જાય ત્યારે એવું થાય કે અમારે ત્યાં હીરો હોય અને ત્યાં ઝીરો થઈ જાય. તેથી હાલમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે. હવે જવાનો નહીં પણ આવવાનો પ્રવાહ છે.."

ગિફ્ટ સિટી દારુની છૂટ મુદે આપ્યું નિવેદન
ગિફ્ટ સિટીમાં આલ્કોહોલ અંગે મળેલી પરમિટ મુદે કોંગ્રેસ નેતા બોલ્યાં કે, "મહાત્મા ગાંધીનાં નામ સાથે કોંગ્રેસનાં સમયમાં બનાવવામાં આવેલું શહેર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને દારુ પીવાની ગિફ્ટ..આ વાયબ્રન્ટનાં સમયમાં યોગ્ય નથી. દારુ પીને આવેલો દેવ જેવો માણસ દાનવ થઈ જતો હોય છે અને ત્યારે સૌથી વધારે અત્યાચાર મહિલાઓ પર થતાં હોય છે તેવામાં ગુજરાતમાં આ પ્રકારની નીતિ બરાબર નથી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ