બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Shahrukh Khan's blockbuster film 'Jawaan' is going to hit OTT very soon after creating a buzz in the cinemas.

Jawaan OTT Release / શાહરૂખ ખાનની જવાન ફિલ્મ હવે OTT પર ધૂમ મચાવવા તૈયાર, ઘરે બેઠા લઈ શકાશે શાનદાર એક્શનનો આંનદ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

Pravin Joshi

Last Updated: 11:04 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની વર્ષ 2023ની બીજી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'જવાન' એ શરૂઆતના દિવસે 75 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો

  • જવાન ફિલ્મ હવે OTT પર ધૂમ મચાવવા તૈયાર
  • 2 નવેમ્બરે નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થશે 
  • વિશ્વભરમાં આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની વર્ષ 2023ની બીજી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'જવાન' એ શરૂઆતના દિવસે 75 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ 2 મહિના થઈ ગયા છે, પરંતુ દર્શકોમાં હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 639.76 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વિશ્વભરમાં આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. થિયેટરમાં હલચલ મચાવ્યા બાદ હવે 'જવાન' OTT પર જવા જઈ રહી છે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રીલિઝ થયેલી આ ફિલ્મ હવે ટૂંક સમયમાં OTTને ટક્કર આપવા જઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મ ક્યારે અને કયા OTT પર સ્ટ્રીમ થશે.

ક્યારે અને ક્યાં જોઈ શકશો 'જવાન'

શાહરૂખ ખાન તેના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને ભેટ આપવા જઈ રહ્યો છે. અભિનેતા 2 નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવશે અને તે જ દિવસે નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થશે. નોંધનીય છે કે નેટફ્લિક્સે 250 કરોડ રૂપિયામાં 'જવાન'ના OTT અધિકારો ખરીદ્યા છે. OTT Play.com એ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે મુજબ રેડ ચિલીઝે Netflix સાથે રૂ. 250 કરોડમાં ડીલ ફાઇનલ કરી છે. જોકે, રેડ ચિલીઝ અથવા નેટફ્લિક્સ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ નેટફ્લિક્સ દરરોજ દર્શકોને સંકેતો આપી રહ્યું છે. Netflix તેના સોશિયલ મીડિયા પેજ પર છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાનના જન્મદિવસનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. 31મી ઑક્ટોબરે પણ, કલ હો ના હોમાંથી SRKનો ફોટો શેર કરતી વખતે, તેણે અપડેટ કર્યું કે કિંગ ખાનના જન્મદિવસને માત્ર બે દિવસ બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ