બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / shahrukh khan akshay kumar ajay devgn issued notice in gutka ad case court told

Notice / શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને કોર્ટે ફટકારી નોટિસ... જાણો કેમ

Manisha Jogi

Last Updated: 09:17 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે અવમાનના અરજીનો જવાબ આપતા અલ્હાબાદ કોર્ટની લખનઉ પીઠને સૂચના આપી. ગુટખા કંપની માટે જાહેરાત કરતા આ મામલે આ ત્રણ અભિનેતાને નોટિસ ફટકારવામાં આવી છે.

  • અલ્હાબાદ કોર્ટની લખનઉ પીઠને સૂચના આપવામાં આવી
  • ત્રણ અભિનેતાને નોટિસ ફટકારવામાં આવી
  • ગુટખા કંપની માટે જાહેરાત કરવા માટે નોટિસ

કેન્દ્ર સરકારે અવમાનના અરજીનો જવાબ આપતા અલ્હાબાદ કોર્ટની લખનઉ પીઠને સૂચના આપી છે. અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણે ગુટખા કંપની માટે જાહેરાત કરતા આ મામલે આ ત્રણ અભિનેતાને નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારના વકીલે શુક્રવારે હાઈકોર્ટને સૂચના આપી છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે, જેથી તાત્કાલિક અરજી રદ્દ કરી દેવી જોઈએ. દલીલ સાંભળ્યા પછી લખનઉ પીઠે સુનાવણી માટે 9 મે 2024ની તારીખ નક્કી કરી છે. 

ન્યાયાધીશ રાજેશ સિંહ ચૌહાણની પીઠે કેન્દ્ર સરકારને અરજીકર્તાના પ્રતિનિધિત્ત્વ પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જે અભિનેતા અને ગણમાન્ય વ્યક્તિઓને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેઓ ગુટખા કંપની માટે જાહેરાત કરી રહ્યા છે, જેથી તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. 

અરજીકર્તાએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે, 22 ઓક્ટોબરના રોજ આ અભિનેતાઓ તરફથી સરકાર સામે પોતાની વાત રજૂ કરી હતી. તેમ છતાં, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટે અવમાનના અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ જાહેર કરી હતી. 

ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડેએ શુક્રવારે હાઈકોર્ટને જણાવ્યું કે, કેન્દ્ર સરકારે અક્ષય કુમરા, શાહરૂખ ખાન અને અજય દેવગણને કારણ જણાવવા માટેની નોટિસ જાહેર કરી છે. કોર્ટને વધુમાં જણાવ્યું કે, અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને નોટિસ જાહેર કરી હતી. તેમ છતાં જાહેરાત દર્શાવવામાં આવતી હતી કે, તેમણે તે પહેલા જ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ