બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan Visits Vaishno Devi

કટરા / VIDEO : શાહરુખ ખાને ચાહકોને ફરી ચોંકાવ્યાં, અચાનક પહોંચ્યો એવા સ્થળે કે લોકો બોલ્યાં- ખરેખર ગજબ

Hiralal

Last Updated: 04:12 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ કિંગ શાહરુખ ખાન કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શને પહોંચ્યો હતો અને પોતાની આગામી ફિલ્મ પઠાણની સફળતા માટે માતાજીના આશીર્વાદ માંગ્યા હતા.

  • બોલિવુડ કિંગ શાહરુખ ખાન કટરામાં  માતા વૈષ્ણોદેવીના દર્શને પહોંચ્યો
  • ઓળખાઈ ન જાય એટલે માસ્કથી ચહેરો ઢાંકી દીધો
  • ઉમરાહથી સીધો કટરામાં માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યો
  • પઠાણ ફિલ્મની સફળતા માટે માતાજીને કરી પ્રાર્થના

બોલિવુડમાં કિંગ તરીકે ઓળખાતા શાહરુખ ખાન જમ્મુ કાશ્મીરના કટરામાં વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચીને પૂજા-દર્શન કર્યાં હતા અને પોતાની આગામી ફિલ્મ પઠાણની સફળતા માટે માતાજીને વિનંતી કરી હતી. 

ઉમરાહ કર્યા બાદ માતા રાણીના દરબારમાં 
શાહરૂખ ખાન સાચે જ બોલિવૂડનો કિંગ છે. શાહરૂખ ક્યારેય પણ ભગવાનને યાદ કરવાનું ભૂલતો નથી. મક્કામાં ઉમરાહ કર્યા પછી, શાહરૂખ હવે માતા વૈષ્ણોદેવીના દરબારમાં હાજરી આપી હતી. શાહરુખ તેના કેટલાક મિત્રો અને સાથીઓ સાથે કટરા સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરમાં આવ્યો હતો અને ત્યાં તેણે પૂજા દર્શન કર્યાં હતા અને પોતાની આગામી ફિલ્મ પઠાણની સફળતા માટે માતાજીના આશીર્વાદ માંગ્યા હતા. પોતે એક લોકપ્રિય ચહેરો હોવાથી લોકો તેને ઓળખી જશે તો મોટી ભીડ લાગી જશે તે જાણતો હોવાથી શાહરુખ ખાને વૈષ્ણોદેવીના દર્શને જવા માટે ચહેરા માસ્ક ઢાંકી રાખ્યું હતું જેથી કરીને લોકો તેને ઓળખી ન શકે.  શાહરૂખની આ સ્ટાઈલે તેના ફેન્સના દિલ જીતી લીધા છે.

25 જાન્યુઆરી 2023ના દિવસે પઠાણ ફિલ્મ રિલિઝ થઈ રહી છે 

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવતા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં તે પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. શાહરૂખ ખાન પઠાણથી પડદા પર પરત ફરી રહ્યો છે. પઠાણને લઇને શાહરૂખના ફેન્સમાં જબરદસ્ત ચર્ચા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. અત્યાર સુધી આ ફિલ્મમાંથી શાહરુખના ઘણા પોસ્ટર સામે આવ્યા છે. શાહરૂખના લાંબા વાંકડિયા વાળ અને જબરદસ્ત ફિટનેસ જોઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા છે. ફેન્સ હવે બસ એ દિવસની રાહ જોઇ રહ્યા છે જ્યારે કિંગ ખાનની મચ અવેઇટેડ ફિલ્મ પઠાન થિયેટરોમાં રિલીઝ થશે. હવે જોઈએ શાહરુખની આ ફિલ્મને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ