બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Sessions Court rejected Devayat Khavad's bail plea

BIG BREAKING / દેવાયત ખવડના જામીન ફરી નામંજૂર: સેશન્સ કોર્ટે ફગાવી રેગ્યુલર જામીન અરજી

Malay

Last Updated: 03:11 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં યુવક પર હુમલો કરવા મામલે જેલમાં બંધ લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી ફરી સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે. દેવાયત ખવડની સાથે તેના અન્ય બે સાથીઓના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે.

  • રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલાનો મામલો
  • દેવાયત ખવડ સાથે તેના અન્ય બે સાથીના જામીન નામંજૂર
  • સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા રેગ્યુલર જામીન

મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી,  જે અરજી કોર્ટે ફગાવી દીધી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલે દ્વારા સામસામે દલીલ કરવામાં આવી હતી જે બાદ ખવડેની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. મહત્વનું છે કે, મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં છેલ્લા 2 માસથી દેવાયત ખવડ અને તેના સાથીઓ જેલમાં છે. 

 

દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 
રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા 7 ડિસેમ્બર 2022ના રોજ મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 

દેવાયત ખવડ

પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ 
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.  

જાણો શું છે સમગ્ર મામલો?

  • લૉકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં એક યુવક પર કર્યો હતો હુમલો, પીડિતનું નામ મયુરસિંહ રાણા
  • સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક હુમલો કરતાં ઘટના કેમેરામાં થઈ કેદ
  • પોલીસે ગુનો નોંધી તેને પકડવા તપાસ હાથ ધરી તો થયો અંડરગ્રાઉન્ડ, રાજકોટમાં ઘરમાં મારી દીધા તાળાં, વતન દૂધઈમાં પણ થઈ તપાસ પણ ત્યાં કોઈ મળ્યું નહીં
  • ખવડે પોલીસથી બચવા કરી નાખી હતી આગોતરા જામીન અરજી
  • દેવાયત ખવડ સતત પોલીસની પકડથી દૂર હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા અને વિરોધ કર્યો, પોલીસ પર જ કર્યો સાંઠગાંઠનો આરોપ લગાવ્યો
  • પોલીસે કહ્યું હતું તેની સાથે જોડાયેલા તમામના નિવેદન લીધા, સોશ્યલ મીડિયા અને મોબાઈલ પર અમારી નજર છે, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
  • 15 તારીખે આગોતરા જામીન અરજી પર સુનાવણી હતી પણ તે 17 સુધી ટળી
  • મયુરસિંહ રાણાના પરિવારે PMO સુધી ફરિયાદ કરી અને કાર્યવાહીની કરી માંગ
  • 10 દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
  • કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર
  • 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા
  • હાલ દેવાયત ખવડ અને તેના સાથીઓ જેલમાં છે.
  • 2 મહિનાથી જેલમાં છે દેવાયત ખવડ અને તેના સાથીઓ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ