બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sensexs fall over 2300 points crude oil

માર્કેટ / સાઉદીના પ્રિન્સે લીધો એક નિર્ણય અને પાણી કરતા પણ સસ્તી થઈ ગઈ આ વસ્તુ, શેરબજારમાં બ્લૅક મન્ડે

Published By: Intern

Last Updated: 04:58 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂડ ઓઇલ હવે પાણી કરતા સસ્તું થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અચાનક ક્રૂડ ઓઇલના ભાવમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ ભારતના વાયદા બજારમાં ક્રૂડ ઓઇલ 2200 રૂપિયા પ્રતિ બેરલની નીચે આવી ગયું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં 1991ના ખાડી યુદ્ધ બાદ આ સૌથી મોટો ઘટાડો છે. જો કે, તેનું મુખ્યકારણ સાઉદી અરબ દ્વારા ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવાને માનવામાં આવે છે.

  • ભારતીય શેરબજારમાં ભારે કડકો યથાવત
  • સેન્સેક્સમાં 2307 પોઈન્ટનો કડાકો
  • ક્રૂડ ઓઇલના ભાવ પાણી કરતા સસ્તા થયાં 

એક બેરલમાં 159 લિટર ક્રૂડ તેલ હોય છે. આ રીતે, એક લિટર ક્રૂડ તેલની કિંમત આશરે 13-14 રૂપિયા આવશે જ્યારે એક લિટર પાણીની બોટલ માટે, તમારે ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવા પડશે.

કોરોના અને યસ બેંકના કારણે સેન્સેક્સ તૂટ્યો 

કોરોના વાયરસ અને યસ બેંકના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં હોબાળો મચી ગયો હતો. સેન્સેક્સ આશરે 2357 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 600 થી વધુ પોઇન્ટ તૂટ્યો હતો. જોકે, યસ બેન્કના શેરમાં 34 ટકાનો ઉછાળો જોવાયો હતો.

છેલ્લે 2015માં થયો હતો ઘટાડો

ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલા 24 ઓગસ્ટ 2015ના રોજ સેન્સેક્સમાં 1624 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આટલો મોટ કડાકો બોલતા રોકાણકારો ગભરાયા છે.  

પ્રતિ બેરલનો ભાવ 2200 થયો 

ક્રૂડ ઓઇલને કારણે પ્રાઇઝવોર તથા કોરોનાવાયરસના પ્રકોપને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારને કારણે ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. 

એમસીએક્સ એક્સચેંજમાં પણ થયો ઘટાડો 

મલ્ટી કોમોડિટી એટલે કે એમસીએક્સના એક્સચેંજમાં માર્ચ કરારમાં ક્રૂડ તેલ પ્રતિ બેરલ 997 રૂપિયા એટલે કે 31.56 ટકાના ઘટાડા સાથે 2162 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર થયો હતો. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડો 

તે જ સમયે, આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ, એટલે કે આઈસીઇ પરનો બ્રેન્ટ ક્રૂડ અગાઉના સત્રની તુલનામાં 26.51 ટકાના ઘટાડા સાથે 33.27 ડોલર પર કારોબાર રહ્યો છે. 

સાઉદી અરેબિયાએ છંછેડ્યું પ્રાઇઝવોર 

એન્જલ બ્રોકિંગના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે ઓપેક અને રશિયાએ તેલ ઉત્પાદન ઘટાડવાની સંમતિ આપી ન હોવાથી અને સાઉદી અરેબિયા પ્રાઇઝવોર છંછેડ્યું છે. જો તેનો સમાવેશ કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News crude oil price nifty sensex ક્રૂડ ઓઇલ શેરબજાર Sensex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ