ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / selfiee movie is more important for akshay kumar than meets the eye emraan hashmi

બોલીવુડ / સતત ફ્લોપ રહેતા અક્ષય કુમારની મૂવી ચાલશે? 2022માં થયું કરોડોનું નુકસાન, હવે 'સેલ્ફી' પર દારોમદાર

Published By: Premal

Last Updated: 02:07 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 ફેબ્રુઆરીએ અક્ષય કુમાર વર્ષ 2023ની પોતાની પહેલી ફિલ્મ સેલ્ફી લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મનુ પ્રમોશન કરવામાં કોઈ કસર છોડી રહ્યાં નથી. આમ તો બોલીવુડના ખેલાડી કુમાર વારંવાર પોતાની ફિલ્મોનુ પ્રમોશન કરવામાં મહેનત કરે છે, પરંતુ આ વખતે તેઓ વધારાની મહેનત કરે છે. જેનુ કારણ છે તેમનુ પહેલાનુ વર્ષ 2022.

ADVERTISEMENT

  • અક્ષય કુમારની ફિલ્મો 2022માં રહી ફ્લોપ
  • થયુ કરોડોનુ નુકસાન
  • શું 'સેલ્ફી' બદલશે અક્ષય કુમારનુ ભાગ્ય?

અક્ષય કુમાર પોતાની નવી ફિલ્મ સાથે કરી રહ્યાં છે વાપસી

વર્ષ 2023ને શરૂ થયાને 2 મહિના જતા રહ્યાં છે. આ બે મહિનામાં આપણે બધાએ એ જોયુ જે છેલ્લાં બે વર્ષોમાં નહોતુ થયુ. બોલીવુડની એક મોટી ફિલ્મ બૉક્સ ઑફિસ પર રીલીઝ થઇ અને તેણે સારી કમાણી કરી. છેલ્લાં બે વર્ષોમાં સાઉથની ફિલ્મો જેમકે RRR અને કેજીએફ 2એ મોટા પડદે અને ભારતીય બૉક્સ ઑફિસ પર કમાણી કરી ધૂમ મચાવી હતી. પરંતુ જાન્યુઆરીમાં શાહરૂખ ખાનની પઠાણે ઘણુ બધુ બદલી નાખ્યું છે. શાહરૂખ બાદ હવે ખેલાડી અક્ષય કુમાર પોતાની નવી ફિલ્મ સાથે મોટા પડદે વાપસી કરી રહ્યાં છે. 

વધારાની મહેનત કરી રહ્યાં છે અક્ષય 

આ મહિને 24 તારીખે અક્ષય કુમાર વર્ષ 2023ની પોતાની પહેલી ફિલ્મ સેલ્ફી લઇને આવી રહ્યાં છે. છેલ્લાં ઘણા અઠવાડિયાથી અક્ષય આ ફિલ્મનુ પ્રમોશન કરવામાં કોઈ કસર છોડી રહ્યાં નથી. અક્ષયે પ્રશંસકોની સાથે સેલ્ફી લેતા-લેતા ગિનીજ બુક રેકોર્ડ જ બનાવી નાખ્યો છે. આમ બોલીવુડના ખેલાડી કુમાર અવાર-નવાર પોતાની ફિલ્મોનુ પ્રમોશન કરવામાં મહેનત કરે છે પરંતુ આ વખતે તેમની એકસ્ટ્રા મહેનત બને છે. જેનુ કારણ છે તેમનુ ખરાબ ગયેલુ ગત વર્ષ 2022. 

વર્ષ 2022માં અક્ષય કુમારની એક પણ ફિલ્મ ચાલી ન હતી 

દર વર્ષની જેમ 2022ની શરૂઆત પણ ઘણી મોટી આશા સાથે થઇ હતી. એકલા વર્ષ 2022માં અક્ષય કુમારની પાંચ ફિલ્મો રીલીઝ થઇ હતી. સામાન્ય રીતે આખા વર્ષમાં અક્ષયની ચારથી પાંચ ફિલ્મો આવી જતી હોય છે. તો 2022માં અભિનેતાની પાંચ ફિલ્મોનુ આવવુ કોઈ મોટી વાત નથી. બોક્સ ઑફિસ પર આવતો અંજામ મોટી વાત હતી. પોતાની કારકિર્દીમાં કદાચ જ અક્ષય કુમારે આટલો ખરાબ સમય જોયો હોય કે જ્યારે એક વર્ષમાં આવેલી તેમની એક પણ ફિલ્મ ચાલી ના હોય. 

સેલ્ફી બદલશે નસીબ?

ભલે આજના સમયમાં અક્ષય કુમારની પાસે ઘણી ફિલ્મો હોય, પરંતુ તેમ છતા આ વાતને નકારી શકાય નહીં કે સતત પાંચ ફિલ્મો ફ્લોપ થયા બાદ તેમના બ્રાન્ડ નેમ પર કોઈ અસર પડી નથી. દર્શકોને અભિનેતા પાસે ઓછી અપેક્ષા છે. જો કે, હજી પણ એવુ કહેવાઈ રહ્યું છે કે અક્ષય કુમાર થોડી કમાલ પોતાની નવી ફિલ્મ સેલ્ફી દ્વારા કરી શકે છે. ઈન્ડસ્ટ્રીમાં પોતાનો જલવો અને બ્રાન્ડ વેલ્યુને જાળવવી હોય તો અક્ષય કુમારની નવી ફિલ્મ સેલ્ફી હિટ થવી જરૂરી છે. 2023માં જો તેમને સારી શરૂઆત મળે છે તો બની શકે છે કે અક્ષય કુમારની આગામી ફિલ્મોને તેનો ફાયદો મળે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Selfiee Movie emraan hashmi ફિલ્મ સેલ્ફી Selfiee Movie

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ