ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / selfiee leaked akshay kumar emraan hashmi film available in hd print on tamilrockers filmyzilla

બોલીવુડ / અક્ષય કુમારને મોટો ઝટકો, 'સેલ્ફી' રીલીઝ થતાં જ HD પ્રિન્ટમાં થઈ લીક

Published By: Premal

Last Updated: 05:18 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને ઈમરાન હાશમીની ફિલ્મ સેલ્ફી રીલીઝના દિવસે જ પાઇરસીનો શિકાર બની ગઇ છે. ફિલ્મ ફૂલ એચડી પ્રિન્ટમાં ઘણા ટોરેન્ટ સાઈટ્સ પર જોવા મળશે.

ADVERTISEMENT

  • અક્ષય કુમારને મોટો ઝટકો
  • સેલ્ફી 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રીલીઝ થઇ
  • સેલ્ફી રીલીઝ થતા HD પ્રિન્ટમાં થઇ લીક

ફિલ્મ 'સેલ્ફી' 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રીલીઝ

અક્ષય કુમાર અને ઈમરાન હાશમીની ફિલ્મ સેલ્ફી આજે 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રીલીઝ થઇ છે. આ જોડીને પહેલી વખત રૂપેરી પડદે જોતા પ્રશંસકોની આતુરતા ખૂબ વધી ગઇ છે. જો કે, ફિલ્મ રીલીઝ થયાને થોડા કલાક જ થયા છે અને નિર્માતાને મોટો ઝટકો લાગ્યો છે. 

અક્ષય-ઈમરાનની સેલ્ફી થઇ ઑનલાઈન લીક 

સેલ્ફીના રીલીઝના થોડા કલાક બાદ લીક થતા ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનમાં ઘટાડો આવી શકે છે. અક્ષય-ઈમરાનની ફિલ્મ ફિલ્મીજિલા, તમિલરૉકર્સ, ટેલીગ્રામ, મૂવીરૂલજ અને અન્ય ટોરેન્ટ સાઈટ્સ પર ફૂલ એચડી પ્રિન્ટમાં ઑનલાઈન લીક થઇ છે. આ સાથે સેલ્ફી રીલીઝના દિવસે પાઈરસીનો શિકાર બનનારી લેટેસ્ટ ફિલ્મ બની ગઇ છે. 

મલયાલમ ફિલ્મની રીમેક છે સેલ્ફી 

રાજ મહેતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સેલ્ફી મલયાલમ ફિલ્મ ડ્રાઈવિંગ લાઈસન્સની સત્તાવાર હિન્દી રીમેક છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી સિવાય ડાયના પેન્ટી અને નુસરત ભરૂચાએ પણ મહત્વનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અક્ષયે એક સુપરસ્ટારનો રોલ નિભાવ્યો છે. જ્યારે ઈમરાન સુપરસ્ટારના ચાહકના રૂપમાં છે, જે પોલીસકર્મી પણ છે. બંનેની વચ્ચે કઈક એવુ થાય છે, જે એકબીજાની વિરુદ્ધ થાય છે. 

'સેલ્ફી' પર રહેલી છે બધાની નજર 

હાલમાં સેલ્ફી પર બધાની નજર રહેલી છે, કારણકે આ અક્ષય કુમારની 2023ની પહેલી ફિલ્મ છે. મહત્વનું છે કે ગયા વર્ષે ખેલાડી કુમારની બેક-ટુ-બેક ઘણી ફિલ્મો બોક્સ ઑફિસ પર ફ્લોપ રહી હતી. એવામાં સેલ્ફી ફિલ્મ તરફથી મોટી આશા રખાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Film Selfiee Selfiee Leaked emraan hashmi nushrratt Bharuccha Selfiee Leaked

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ