ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / selfiee box office collection day 1 akshay kumar film has shockingly dull opening
ADVERTISEMENT
ADVERTISEMENT
થિયેટરોમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી
થિયેટરોમાં શુક્રવારે મૉર્નિગ શોમાં 100માંથી સરેરાશ 6 બેઠકો ભરેલી દેખાઈ, જ્યારે બપોરના શોમાં પણ 100માંથી માત્ર 9 સીટો પર દર્શકો દેખાયા. સતત ચાર ફ્લોપ ફિલ્મો આપી ચૂકેલા અક્ષય માટે સેલ્ફી કોઈ વેકઅપ કૉલની જેમ છે. તેમના માટે આ એલાર્મ સાંભળીને જાગવાનો સમય છે અને કારકિર્દીની દ્રષ્ટીએ તેમણે હવે આગળ બહૂ સમજી વિચારીને ફિલ્મો કરવાની જરૂર છે.
ADVERTISEMENT
અક્ષય કુમારની સતત 5મી ફ્લોપ ફિલ્મ છે 'સેલ્ફી'!
વર્ષ 2021માં સૂર્યવંશીની રીલીઝ બાદ અક્ષય એક અધધ હિટ માટે તરસી રહ્યાં છે. તેમની બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન અને રામસેતુ બૉક્સ ઑફિસ પર કંગાળ રીતે કડડભૂસ થઇ છે અને હવે આ યાદીમાં સેલ્ફીનુ નામ પણ જોડાયેલુ દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓપનિંગ ડે પર 5 કરોડ પણ ના કમાઈ શકી 'સેલ્ફી'!
ફિલ્મમાં અક્ષય અને ઈમરાન સિવાય નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી પણ છે. આશરે 150 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ દેશમાં 2000 સ્ક્રીન્સ પર રીલીઝ થઇ છે. અક્ષય કુમારની આની પહેલાની થિયેટર રીલીઝ રામ સેતુએ ઓપનિંગ ડે પર 14.81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે તેની પહેલા રક્ષાબંધને 8.02 કરોડ રૂપિયા કમાયા હતા. પરંતુ જે રીતે સેલ્ફીના શો ખાલી જઇ રહ્યાં છે, આ ફિલ્મ ઓપનિંગ ડે પર 4-5 કરોડ રૂપિયા કમાતા દેખાઈ રહી છે. સૌથી દુ:ખદ વાત એ છે કે 1994માં સ્ટાર બન્યા બાદથી અત્યાર સુધી અક્ષયની કોઈ પણ ફિલ્મના ઓપનિંગ ડે પર થિયેટરમાં આવી હાલત થઇ નથી. પરંતુ તેમની 2009માં રીલીઝ તસ્વીર 8*10ને પણ ઓપનિંગ ડે પર સારી સંખ્યામાં જોવા માટે દર્શકો પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT