બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાભરમાં સઘન ચેકિંગ, કરાયું ફૂટ પેટ્રોલિંગ
Last Updated: 04:23 PM, 17 April 2026
ગીર સોમનાથ જિલ્લામાં વિશાળ દરિયાઈ સીમાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા જિલ્લા વ્યાપી વિશેષ અભિયાન હાથ ધરાયું છે, જેના અંતર્ગત દરિયાકાંઠાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ADVERTISEMENT
આ અભિયાનમાં મરીન કમાન્ડો ફોર્સ, SOG પોલીસ સ્ટાફ તેમજ સોમનાથ મરીન પોલીસના જવાનો જોડાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હીરાકોટ બંદર, કદવાર અને આસપાસના જંગલ વિસ્તારો સહિત સુત્રાપાડા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
શંકાસ્પદ હલચલ પર બાજ નજર
પોલીસ દ્વારા ખાસ કરીને દરિયાકાંઠે થતી શંકાસ્પદ હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ અભિયાનનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ઘૂસણખોરી, સ્મગ્લિંગ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા જ નેતાઓ બાખડ્યાં, કચેરીમાં બબાલ, ગરમાયું રાજકારણ
સ્થાનિક પોલીસ તંત્રએ લોકોને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા તરત જ પોલીસને જાણ કરે. સુરક્ષા વધુ કડક બનાવવાના આ પગલાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.