બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / Scientist found an animal Henneguya salminicola which can breathe without an oxygen

વિજ્ઞાન / ઘરતી પરનું કયું જીવ ચંદ્ર પર વગર ઑકિસજને આરામથી રહી શકે છે? વિજ્ઞાન પણ છે હેરાન, માણસો માટે છે ખતરારૂપ

Vaidehi

Last Updated: 07:50 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ એક એવા જીવની શોધ કરી છે કે જે ઓક્સીજન વગર જીવી શકે છે. જાણો કોણ છે આ Henneguya zschokkei કે જેની બોલબાલા ચાલી રહી છે.

  • વૈજ્ઞાનિકોએ કરી ગજબ શોધ
  • ઓક્સીજન વગર જીવે છે આ જીવ
  • સંભવત: માછલીનાં પેટમાંથી મેળવે છે ઊર્જા

ચંદ્રનું કોઈ ચોક્કસ વાતાવરણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેવામાં એવો કોઈપણ જીવ ચંદ્ર પર જીવી ન શકે કે જેને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય. ધરતી પર રહેતાં મોટાભાગનાં જીવોને ઓક્સિજનની જરૂર હોય છે પરંતુ પૃથ્વી પરનો આ એક જીવ એવો છે કે જે વગર કોઈ મુશ્કેલી ચંદ્ર પર ઓક્સીજન વગર જીવી શકશે. તેનું નામ છે હેનેગુયા સાલમિનિકોલા.

ઓક્સીજન વગર જીવે છે જીવ
નેશનલ એકેડેમી ઓફ સાયન્સની રિપોર્ટ અનુસાર પહેલા એવા જીવને શોધવામાં આવ્યો છે જેને શ્વાસ લેવા માટે ઓક્જિનની જરૂર હોતી નથી. રિસર્ચર્સ અનુસાર આશરે 8 મિમીનું આ સફેદ જીવ હેનેગુયા સાલમિનિકોલા હજુ સુધી એકમાત્ર એવો જીવ છે જે શ્વાસ લેવામાં ઓક્સીજનનો ઉપયોગ નથી કરતો. આ સફેદ પરોપજીવી જ ચિનૂક સૅલ્મોનના માંસને સંક્રમિત કરે છે. પરંતુ રિસર્ચર્સ અત્યાર સુધી એ નથી શોધી શક્યાં કે હેનેગુયા સાલમિનિકોલા જીવન માટે જરૂરી ઊર્જા ક્યાંથી મેળવે છે.

સેલમન માછલીની અંદર રહે છે
વિજ્ઞાન કહે છે કે બહુકોશિય જીવ ઊર્જા પેદા કરવા માટે ઓક્સીજનનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા માઈટોકોન્ડ્રિયામાં પૂર્ણ થાય છે. રિપોર્ટ અનુસાર  આ પ્રક્રિયા માટે હેનેગુયા સાલમિનિકોલાની પાસે પોતાના જીન્સ છે.  જ્યારે વૈજ્ઞાનિકોએ પરોપજીવીમાં એ જીન્સની શોધ કરી ત્યારે તે સંપૂર્ણપણે ગેરહાજર હતા. વૈજ્ઞાનિકો માને છે કે આ જીવને પોતાના મેજબાન પાસેથી જીવવા માટેની જરૂરી ઊર્જા મળે છે. હેનેગુયા સાલમિનિકોલા સેલમન મછલીની અંદર મળતો પરોપજીવી છે. એટલે શક્ય છે કે તે જીવવા માટેની ઊર્જા માછલીમાંથી મેળવતો હોય.

ઓક્સીજન વિહીન જીવો અન્ય ગ્રહ પર?
આ સમુદ્રી જીવ જેલીફિશ જેવો દેખાય છે. હેનેગુયા સાલમિનિકોલાની શોધ બાદ વૈજ્ઞાનિકો એ દિશામાં સંશોધન શરૂ કરી રહ્યાં છે કે કદાચ ઓક્સીજન વિહીન જીવો અન્ય ગ્રહ પર અસ્તિત્વ ધરાવતાં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ