ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi interest certificate state bank of india how to download sbi interest certificate know here

તમારા કામનું / હોમ લોન પર મેળવો ટેક્સ છૂટ, બસ ડાઉનલોડ કરો આ સર્ટિફિકેટ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Published By: Arohi

Last Updated: 01:22 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ પ્રાઈવેટ બેન્ક સરળતાથી ગ્રાહકોને આપી રહી છે પરંતુ સરકારી બેન્કોમાં ગ્રાહકોને આ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણા ચક્કરો લગાવવા પડે છે.

ADVERTISEMENT

  • હોમ લોન પર મળે છે ટેક્સ છૂટ 
  • આ રીતે તમે પણ ઉઠાવો લાભ 
  • જાણો સર્ટિફિકેટની સંપૂર્ણ પ્રોસેસ 

નાણાકીય વર્ષ 2021-22 પોતાની એન્ડિંગ પર છે. એવામાં ટેક્સ છૂટ મેળવવા માટે આ વર્ષનો આ છેલ્લો મોકો છે. હોમ લોન પર ટેક્સ છૂટ સૌથી વધારે મળે છે. એવામાં જો તમે SBIના ગ્રાહક છો અને તમે અહીંથી હોમ લોન લીધી છે તો તમારી વ્યાજ ચુકવણીનું તમે સર્ટિફિકેટ લઈ શકો છો. ઈનકમ ટેક્સમાં છુટ મેળવવા માટે વ્યાજ સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે પણ હોમ લોન પર આપવામાં આવેલા વ્યાજ પર છૂટ મેળવવા માંગો છો તો આ વ્યાજ ચૂકવણીના સર્ટિફિકેટને ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું રહેશે. એવામાં એસબીઆઈ પોતાના ગ્રાહકોને ઓનલાઈન ટેક્સ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. 

તમને જણાવી દઈએ કે ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ પ્રાઈવેટ બેન્ક સરળતાથી ગ્રાહકોને આપી દે છે પરંતુ સરકારી બેન્કોમાં આ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણા ચક્કર લગાવવા પડે છે એવામાં SBIએ પોતાના ગ્રાહકો માટે ઓનલાઈન ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરી છે. તો આવો જાણીએ કઈ રીતે સરળતાથી તેને ડાઉનલોડ કરી શકાય છે.

આ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરો ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ 

  • ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ www.onlinesbi.com/personal પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ નેટ બેન્કિંગનો ઓપ્શન ઓપન કરી તેમાં પર્સનલ બેન્કિંગ સેક્શન પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ તમે લોનથી સંબંધિત એમુક જાણકારીઓ માંગવામાં આવશે જેને ફિલ કરો. 
  • ત્યાર બાદ Enquiries ઓપ્શન પર કિલ્ક કરો અને Home loan interest certificate (provisional)ની પસંદગી કરો. 
  • ત્યાર બાદ તમારા એકાઉન્ટ ઓપ્શનને પસંદ કરો જેના માટે તમારે ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ જોઈએ છે. 
  • ત્યાર બાદ પીડીએફમાં જુઓ/ ડાઉનલોડ કરો ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ આ ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ તમારા સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જશે. 
  • બાદમાં તેને પ્રિન્ટ કરી લો. 

ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટથી મળે છે ટેક્સમાં છૂટ 
તમને જણાવી દઈએ કે દરેક ટેક્સ પેયરને હોમ લોન પર માર્ચ 2022 સુધી 5 લાક રૂપિયા સુધી ટેક્સમાં છૂટ મળવાની સુવિધા મળે છે. પરંતુ આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારી પાસે જમા થયેલા વ્યાજનું ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારે જ આ છૂટનો લાભ તમે ઉઠાવી શકશો. તેની સાથે જ અફોર્ડેબલ મકાનની ખરીદી પર વધુ 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો લાભ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

SBI State Bank of India interest certificate હોમ લોન SBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ