sbi increases mclr loans will be more expensive here are the new rates
હાય મોંઘવારી! /
SBI ના ગ્રાહકોને વધુ એક ઝટકો, હવે લોન લેવી પણ પડશે મોંઘી, જાણી લો નવા રેટ
Team VTV11:35 AM, 16 May 22
| Updated: 11:44 AM, 16 May 22
ભારતની સૌથી મોટી બેન્ક SBI દ્વારા વધુ એક વખત MCLR વધારવામાં આવતા હવે લોનના દરોમાં વધારો થશે.
SBI ની લોન હવે મોંઘી થશે
માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ વધ્યો
RBI ના રેપો રેટ વધાર્યા બાદ નિર્ણય
ભારતની સૌથી મોટી બેન્ક SBI દ્વારા વધુ એક વખત MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ વધારી દેવામાં આવ્યો છે.
નવા દર 15 મે એટલે કે ગઈકાલે રવિવારથી લાગુ થઈ ચૂક્યા છે. આ બેન્ક દવરઆ MCLR માં આ જ મહિનામાં કરવામાં આવેલો સતત બીજો વધારો છે. બેન્કે 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાની વૃદ્ધિ દરેક સમયગાળા માટે કરી છે.
શું અસર પડશે
MCLR માં વધારાના કારણે ગ્રાહકોને મલસ્તી લોનના માસિક EMI માં વધારો થઈ શકે છે. સાથે જ નવા ગ્રાહકો માટે લોન હવે મોંઘી થશે. બેન્કનો આ નિર્ણય RBI ના રેપો રેટ વધાર્યા બાદ આવ્યો છે.
RBI એ 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે RBI આગળ પણ વ્યાજના દરોમાં વધારો કરી શકે છે. જેના કારણે બેન્કો પાસેથી લોન લેવી એ વધારે મોંઘી થઈ શકે છે. બેન્કનો આ નિર્ણય હવે લોન લેવાની ફ્રિક્વન્સી પર પણ અસર પાડી શકે છે.. એસબીઆઇ દ્વારા આપતી લોન્સમાં સૌથી વધારે હિસ્સો MCLR સંબંધિત લોનનો જ છે. જો કે તાજેતરમાં જ 2 કરોડની FD પર વ્યાજ દરમાં 40-90 બેસિસ પોઇન્ટ્સ વધારવામાં આવ્યા હતા.
બેનનું નિવેદન
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે આ વૃદ્ધિથી બેન્કના માર્જિન પર સકારાત્મક અસર પડશે કારણ કે મોટા ભાગની લોન્સ સ્તટ બદલાતા દરો પર આધારિત હોય છે. અર્થાત જેવો રેપો રેટ વધે કે ઘટે તેની સીધી અસર લોન પર પણ પડે છે અને તેને બદલી શકાય છે.