બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / sbi giving amazing benefits on tata punch apply car loan through yono sbi

શું વાત છે? / દિવાળીમાં આ કાર લેવા પર SBI આપી રહ્યું છે ધમાકેદાર ઓફર, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

Premal

Last Updated: 06:00 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સની હાલમાં લોન્ચ થયેલી સબ-કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચ પર ભારતીય સ્ટેટ બેન્ક એક સ્પેશિયલ ઓફર લઇને આવ્યું છે. જેમાં તમને સસ્તા દરે કાર લોન મળશે. એટલું જ નહીં, તમારે કોઈ પ્રોસેસિંગ ફી પણ આપવી નહીં પડે. ટાટા પંચ માટે કાર લોન તમારે યોનો એસબીઆઈ એપ દ્વારા એપ્લાય કરવી પડશે. આ ઓફરમાં ઈન્સ્ટન્ટ ઈન પ્રિન્સિપલ લોન એપ્રુવલ મળે છે.

  • ટાટા પંચ કાર પર SBI સ્પેશિયલ ઓફર લઇને આવ્યું
  • ગ્રાહકોને સસ્તા દરે કાર લોન મળશે
  • લોન માટે તમારે યોનો એસબીઆઈ દ્વારા એપ્લાય કરવી પડશે

વ્યાજ દરમાં મળશે 0.50 ટકાની છૂટ

ટાટા પંચનું બુકિંગ ચાલુ છે અને જ્યારે તમે યોનો એસબીઆઈ એપ દ્વારા કાર લોન માટે એપ્લાય કરો છો તો તમારે એસબીઆઈ તરફથી કાર લોન પર વ્યાજ દરમાં 0.50 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ટાટા પંચની એસયુવીની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 5.49 લાખ રૂપિયા છે. જેની ટોપ વેરિએન્ટની કિંમત 8.79 લાખ રૂપિયા છે.

કોણ કરી શકે છે એપ્લાય

કોઈ પણ ભારતીય નાગરિક કાર લોન માટે એપ્લાય કરી શકે છે. તેની ઉંમર 21 વર્ષથી 67 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તમારે પાન કાર્ડ આપવુ ફરજીયાત છે. જો તમે પગાર મેળવો છો તો વાર્ષિક ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા આવક હોવી જોઈએ. કોઈ પણ ગ્રાહક યોનો એસબીઆઈ દ્વારા એક જ  અરજી નાખી શકે છે.

છેલ્લાં 6 મહિનાના બેંક ખાતાની સંપૂર્ણ માહિતી

ઓળખ પત્ર- આધાર કાર્ડ/ પાસપોર્ટ/ પાન કાર્ડ/ ઈલેકશન કાર્ડ/ ડ્રાઈવિંગ લાયસન્સ
રહેઠાણનો પુરાવો- સંપત્તિ અથવા નગરપાલિકા ટેક્સ રસીદ/ પેન્શન અથવા પરિવાર પેન્શન આદેશ/ ફાળવણી પત્ર/ યુટિલિટી બિલ (વિજળી/ટેલિફોન/પોસ્ટપેડ મોબાીલ ફોન/પાઈપ ગેસ/પાણી બિલ)
2 પાસપોર્ટ સાઈઝ ફોટો
ડીલર દ્વારા પ્રોફાર્મા ઈન્વોઈશ

આવકનો પુરાવો

પગારધારકો માટે
લેટેસ્ટ પગાર સ્લિપ, ફોર્મ 16
છેલ્લા બે વર્ષનું ઈન્કમ ટેક્સ રિટર્ન

પગાર વગરના લોકો માટે

ઓડિટેડ બેલેન્સ શીટ, 2 વર્ષ માટે પી એન્ડ એલ સ્ટેટમેન્ટ અને તેમાંથી કોઈ એક-શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ સર્ટીફિકેટ/સેલ્સ ટેક્સ સર્ટીફિકેટ/એસએસઆઈ રજીસ્ટર્ડ સર્ટીફિકેટ/પાર્ટનરશિપની કોપી

ઓનરોડ પ્રાઈસ પર ફાયનાન્સિંગ

એસબીઆઈ આ ઓફરમાં ટાટા પંચ માટે ઓનરોડ ફાયનાન્સિંગ કરી રહ્યું છે. એસબીઆઈની કાર લોન પર વ્યાજ દર 7.25 ટકાથી શરૂ થાય છે અને 7.95 ટકા સુધી છે. બેન્કે પ્રોસેસિંગ ફીને 31 જાન્યુઆરી 2022 સુધી ઝીરો કરી દીધી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

SBI SUV Tata Motors Tata Punch Car Tata Punch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ