બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / sbi given 9 saftey tips for use atm know about it and follow these tips

એલર્ટ / ATM કાર્ડના ઉપયોગને લઈને SBIની મોટી ચેતવણી, કહ્યું આ 9 વાતનું રાખો ધ્યાન નહીં તો એકાઉન્ટ થઈ જશે ખાલી

Bhushita

Last Updated: 09:29 AM, 11 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી બેંક SBI સમયાંતરે પોતાના ગ્રાહકોની સુવિધાને લઈને એલર્ટ રહે છે. દેશની સૌથી મોટી બેંકે ઓનલાઈન દગાખોરીને લઈને હાલમાં જ એક ટ્વિટ કર્યુ છે અને તેના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. આ એલર્ટમાં કહેવાયું છે કે ગ્રાહકોએ એટીએમના ઉપયોગને લઈને સાવધાની રાખવી જરૂરી છે. જો તમે આ 9 વાતોનું ધ્યાન નહીં રાખો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

  • SBIની મોટી ચેતવણી
  • ATM કાર્ડના ઉપયોગમાં રાખો 9 વાતોનું ધ્યાન
  • ધ્યાન નહીં તો એકાઉન્ટ થઈ જશે ખાલી

 


SBI એ કર્યું ટ્વિટ
 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને ગ્રાહકોને સિક્યોરિટી ટિપ્સ આપી છે. આ દરેક ટિપ્સનું ધ્યાન રાખવાનું કહેવાયું છે. આ ટિપ્સ ખાસ કરીને એટીએમના ઉપયોગને લઈને છે. 

ATM કાર્ડનો ઉપયોગ કરતી સમયે આ 9 વાતનું રાખો ધ્યાન

  • ATM કે પછી  POS મશીન પર ATM કાર્ડના ઉપયોગ સમયે હાથથી કીપેડને ઢાંકીને રાખો. આમ કરવાથી કોઈ તમારો પાસવર્ડ જોઈ શકશે નહીં. 
  • આ સિવાય તમારા પિનની ડિટેલ્સ કોઈની પણ સાથે શેર ન કરો.
  • કોઈ પણ ગ્રાહકે પોતાના પિન નંબર કાર્ડ પર લખવાની ભૂલ કરવી નહીં. 
  • કાર્ડ ડિટેલ કે પિન નંબર પૂછતા ટેક્સ્ટ્ મેસેજ, ઈમેલ કે કોલ્સનો જવાબ આપવો નહીં. 
  • આ સિવાય તમારી બર્થ ડેટ, ફોન નંબર કે પછી એકાઉન્ટ નંબરને કાર્ડના પિનની જેમ ઉપયોગ ન કરવો.
  • આ સિવાય પોતાના ટ્રાન્ઝેક્શનની રિસિપ્ટને પણ સંભાળીને રાખો અથવા તેને તરત જ ડિસ્પોઝ કરો. 
  • ટ્રાન્ઝેક્શન શરૂ કરતાં પહેલાં સ્પાઈ કેમેરાને ચેક કરો.  
  • ATM કે POS મશીનના ઉપયોગ સમયે કીપેડમાં છેડછાડનું ધ્યાન રાખો.
  • ધ્યાન રાખો કે તમારો ફોન નંબર એકાઉન્ટ સાથે જોડાયેલો રહે જેનાથી ટ્રાન્ઝેક્શન એલર્ટ મળતા રહે. 
     

કોઈને ન આપો પર્સનલ ડિટેલ્સની જાણકારી

આ સિવાય બેંકે એમ પણ કહ્યું છે કે તમારી પર્સનલ ડિટેલ્સની જાણકારી કોઈને આપો નહીં. આમ કરવાથી ગ્રાહકોના ખાતામાં જમા રાશિ જતી રહે છે. બેંકે કહ્યું કે તમારે તમારા પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપીને કોઈની પણ સાથે શેર કરવા નહીં.


બેંક સમયાંતરે જાહેર કરે છે એલર્ટ

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોની સુરક્ષા માટે અવારનવાર એલર્ટ આપતી રહે છે. એસબીઆઈનો હેતુ ગ્રાહકોના રુપિયા સુરક્ષિત રાખવાનો છે. બેંક ટ્વિટર હેન્ડલ પર અને એસએમએસની મદદથી ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ATM Bank SBI alert fraud use ઉપયોગ એટીએમ એલર્ટ એસબીઆઈ ચેતવણી ધ્યાન બેંક સાવધાની SBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ