બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:25 AM, 25 November 2022
ADVERTISEMENT
ATMમાંથી ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવા આ પગલુ ઉઠાવ્યું
હવે તમારે એસબીઆઈના એટીએમમાંથી રોકડ કાઢવા માટે એક સ્પેશિયલ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી રોકડ અટકી જશે. ખરેખર, બેંકે એટીએમમાંથી ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. આવો જાણીએ આ નિયમ અંગે.
ADVERTISEMENT
ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં
બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં. જેમાં રોકડ કાઢતી સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળે છે, જેને નાખ્યા બાદ એટીએમમાંથી રોકડ નિકળે છે.
બેંકે આપી છે માહિતી
આ નિયમ અંગે બેંકે પહેલા જ જાણકારી આપી દીધી છે. બેંકે જણાવ્યું, એસબીઆઈ એટીએમમાં લેવડ-દેવડ માટે અમારી ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી છેતરપિંડી કરનારાઓ સામે ટીકાકરણ છે. તમને છેતરપિંડીથી બચાવવા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. એસબીઆઈના ગ્રાહકોને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી કેવીરીતે કામ કરશે.
જાણો શું છે નિયમ?
મહત્વનું છે કે બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 10,000 અને તેનાથી વધુ રકમની રોકડ પર નવો નિયમ લાગુ કરી દીધો છે. જે હેઠળ એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા એક ઓટીપી અને તેમના ડેબિટ કાર્ડ પિનની સાથે દરેક વખતે પોતાના ATMમાંથી 10,000 રૂપિયા અને તેનાથી વધુ કાઢવાની મંજૂરી આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT