બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:15 PM, 22 April 2022
ADVERTISEMENT
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને સમય-સમય પર ફ્રૉડની ઘટનાઓ વિશે સાવધાન રાખવાનું ચાલું રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ વ્યવસ્થામાં મોટા ફેરફારો થયા છે. આજકાલ લોકો બ્રાન્ચમાં જવાને બદલે ઘરે બેસીને નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
आपकी सुरक्षा हमारी प्राथमिकता है। धोखाधड़ी से बचने के लिए इन सुझावों का पालन करें। #SafeWithSBI #CyberSafety #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/d5GfO8tI8c
— State Bank of India (@TheOfficialSBI) April 20, 2022
ADVERTISEMENT
SBIએ ટ્વીટ કરીને લોકોને કર્યા એલર્ટ
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગને કારણે સાયબર ક્રાઈમના બનાવોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ ફ્રોડના બનાવોમાં વધારો થયો છે. આજકાલ ગુનેગારો અલગ-અલગ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. તેના 44 કરોડ ગ્રાહકોને આ અંગે એલર્ટ કરવા માટે, SBIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને ગ્રાહકોને એલર્ટ કર્યા છે.
બેન્કે સાઈબર ફ્રોડના બે નંબર 91-8294710946 અને +91-7362951973થી સાવધાન રહેવા કહ્યું છે. બેંકે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો આ બે નંબરો પરથી ફોન કરે છે અને લોકોને KYC અપડેટ કરવાનું કહે છે. તેથી, ગ્રાહકોએ આવા કૉલ્સની જાળમાં ન ફસાવું જોઈએ અને કોઈપણ પ્રકારની ફિશિંગ લિંક પર ક્લિક કરીને તેમની અંગત માહિતી શેર કરવી જોઈએ નહીં.
છેતરપિંડીથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો
આ ભૂલો કરવાનું ટાળો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.