બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
SBIએ ટ્વિટર પર આપી માહિતી
અહીં જણાવવાનું કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર પૈસા કપાતા નથી. એવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ગ્રાહકોને જણાવ્યું છે કે ખાતાધારકો આ મામલે કેવીરીતે પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આ ઉપરાંત બેંક તરફથી 12 રૂપિયા કેમ કાપી નાખવામાં આવે છે, તેની પાછળનું કારણ જાણીએ.

ADVERTISEMENT
12 રૂપિયા કાપવા પાછળનું શું કારણ?
ખરેખર, 12 રૂપિયા એવા ખાતામાંથી કપાઈ રહ્યાં છે, જે ખાતાધારકોએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરાવી છે. આ કેન્દ્ર સરકારની એક વિમા યોજના છે. જેમાં લોકો વર્ષના 12 રૂપિયા જમા કરાવતા આકસ્મિક વિમો આપવામાં આવે છે અને દર વર્ષે રિન્યુ કરાવવુ જરૂરી છે.

ADVERTISEMENT
ફરિયાદ કેવીરીતે કરશો?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને માહિતી આપી છે કે, જો તમને કોઈ વાંધો છે તો તમે તેની ફરિયાદ કેવીરીતે કરશો. બેંકે જણાવ્યું, તમને નિવેદન છે કે તમે આ લિંક પર પોતાની ફરિયાદ નોંધાવશો. તમારી મદદ કરવામાં અમને આનંદ થશે. https://crcf.sbi.co.in/ccf/ category Existing Customer (MSME/Agri Loans/Other Grievances ) >>General Banking>>Operation of Accounts >> Disputed Debit Credits.’
કારણ વગર પૈસા કપાતા નથી
ઉલ્લેખનીય છે કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય તેવુ ક્યારેય બનતુ નથી. દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ હોય છે. જેમાં કોઈ ચાર્જ, ફી વગેરે જેવા ખર્ચા સામેલ હોય છે. પરંતુ દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ આધારભૂત હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.