બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Sayaji Hospital in Vadodara threw the beggar woman to die on the road

માનવતા મરી પરવારી / પગમાં સળિયા, શરીર પર એક જ કપડું... વડોદરાની સયાજી હોસ્પિટલે ભિક્ષુક મહિલાને રસ્તા પર મરવા માટે ફેંકી દીધી, BJPના મહિલા કોર્પોરેટરે બચાવ્યો જીવ

Priyakant

Last Updated: 01:18 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Sayaji Hospital News :સયાજી હોસ્પિટલે ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી, ભાજપ મહિલા કોર્પોરેટરે તાત્કાલલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા

  • વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી 
  • ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી 
  • ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો 
  • કોર્પોરેટરએ 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા 
  • ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો

Vadodara Sayaji Hospital News : વડોદરાના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવ્યા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જોકે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદમાં કોર્પોરેટરે  108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. 

સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં એક માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે સયાજી હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીને કારણે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ એક ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જે બાદમાં જાગૃત કોર્પોરેટરને આ વાત ધ્યાને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક મહિલાને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. 

તબીબો-નર્સિંગ સ્ટાફ માનવતા ભૂલ્યો 
સયાજી હોસ્પિટલના તબીબો-નર્સિંગ સ્ટાફ જાણે કે માનવતા ભૂલ્યો હોય તેમ  એક ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધા બાદ ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાને આ વાત ધ્યાને આવી હતી. જેથી તેમણે તાત્કાલિક 108ને બોલાવી મહિલાને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ તરફ તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ જાણે કઈં થયું જ ન હોય તેમ પગ ઉપર પગ ચડાવીને સ્ટાફના લોકો બેઠા હતા. જે બાદમાં કોર્પોરેટરે મહિલા સાથે થયેલ વ્યવહારને લઈ ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. આ સાથે કોર્પોરેટર જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ