બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક ટ્વિટર પોસ્ટ દ્વારા કરી જાણ
સાઉદી જીયોલોજીકલ સર્વેએ એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું કે મદીના ક્ષેત્રની નજીક આબા અલ-રાહા વિસ્તારમાં સોનાની ખાણો મળી આવી છે. આ સિવાય મદીનાના જ અલ-ફારા વિસ્તારમાં તાંબાની 4 ખાણો પ્રાપ્ત થઇ છે. સાઉદી જીયોલોજીકલ સર્વેએ સોશિયલ મીડિયા પર લખ્યું ,'અમારી આ ખોજ વડે અમે દુનિયા માટે રોકાણના નવા અવસરો ઊભા કર્યા છે.'
રોકાણકારો માટે મોટો અવસર
અલા-અરબિયાની પૉસ્ટના રીપોર્ટ અનુસાર સાઉદી અરબમાં થયેલ આ નવી શોધમાં સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો મોટા પાયે રોકાણ કરી શકશે. જેનાથી સાઉદી અરબના અર્થતંત્રને મોટો ફાયદો થઇ શકે છે. સાઉદી અરબના અધિકારીઓનું કહેવું છે કે સોનાં અને તાંબાની આ ખાણોને લીધે આશરે 533 મિલિયન ડૉલર જેટલું રોકાણ થઇ શકે છે. આ સિવાય ખાણોને લીધે આશરે 4000 લોકોને રોજગારી પણ મળી શકે છે.
ADVERTISEMENT
જ્યારે દુનિયાના દેશો ક્રૂડ ઓઈલનો વિકલ્પ શોધી રહ્યાં છે તેવા સમયે આ શોધે સાઉદી અરબને મોટો ફાયદો કરાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ શોઘને લીધે સાઉદી અરબની ઇકોનોમીને નવી પાંખો મળી છે.
માઇનિંગ સેક્ટરમાં નિવેશ માટેનું પ્લાન તૈયાર
તજજ્ઞોનું કહેવું છે કે આ શોધને લીધે સાઉદી અરબમાં રોકાણની એક નવી લહેર આવશે જે અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. સાઉદી અરબમાં હાલમાં આશરે 5,300 ખાણો આવેલી છે. જેમાંથી કેટલીક ખાણોમાંથી અમૂલ્ય રત્નો અને પત્થર વગેરે પણ પ્રાપ્ત થાય છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશ માટે 2030નું જે વીઝન તૈયાર કર્યુ છે તે અનુસાર માઇનિંગ પણ એક મહત્વનો સેક્ટર રહેશે.સાઉદી ખનન મંત્રાલયે માઇનિંગ સેક્ટરમાં 14 અરબ ડૉલરના નિવેશ માટેનું પ્લાન તૈયાર કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.