બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:46 PM, 25 February 2024
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ કર્મના ફળ આપનાર તરીખે ઓળખાય છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. જે લોકોના જીવનમાં શનિદેવની ખરાબ નજર હોય છે, તેમણે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે જે લોકોના જીવનમાં શનિદેવની સારી નજર હોય છે, તેમનું જીવન રાજા જેવું બની જાય છે.
ADVERTISEMENT
.jpg)
શનિદેવની કૃપા
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે દરેક રાશિ પર તેના સ્વામી ગ્રહનો પ્રભાવ હોય છે. શનિદેવ બે રાશિઓના સ્વામી છે. આ બંને રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે. શનિદેવની કૃપાને કારણે આ બંને રાશિઓના જીવનમાં ક્યારેય સમસ્યાઓ નથી આવતી. શનિદેવના આશીર્વાદ હમેશા તેમની સાથે જ રહે છે. જાણો આ બંને રાશિઓ વિશે.
ADVERTISEMENT
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિ પર હમેશા શનિદેવની કૃપા રહે છે. જેના કારણે આ રાશિના જાતકોને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો. મકર રાશિના જાતકો તમામ પ્રકારનાં દુ:ખ-દર્દથી દૂર રહે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે છે. આ રાશિના જાતકોનો સ્વભાવ એકદમ સરળ હોય છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: ધનવાન હોય છે આ ચાર રાશિના જાતકો: માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા
કુંભ રાશિ
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. કુંભ રાશિના જાતકોનો સ્વભાવ પણ સરળ હોય છે. આ કારણથી શનિદેવની વિશેષ કૃપા તેમના પર રહે છે. આ રાશિના જાતકો બીજા લોકોની મદદ કરવા માટે હમેશા તૈયાર રહે છે. આ લોકોની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.