બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / Sanjay Singh accused Gujarat University defamation case

PM મોદી ડિગ્રી / ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં AAP નેતા સંજયસિંહને 440 વૉલ્ટનો ઝટકો, સુપ્રીમે ફગાવી અરજી, જાણો કેસ

Published By: Ajit Jadeja

Last Updated: 02:08 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીની લઇ સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલએ ગુજરાત યુનિવર્સિટી પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઇને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Gujarat University: દારૂકાંડમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજયસિંહની અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. સંજયસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. સંજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટી પર ટિપ્પણી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

અહી ગુજરાત હાઈકોર્ટે સંજયસિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા આપેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સંજયસિંહ અને કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પછી નીચલી કોર્ટ દ્વારા AAP સાંસદને તેમની હાજરી માટે વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે.

ટ્રાયલ કોર્ટમાં સુનાવણી સમયે દલીલો કરાશે

સંજયસિંહ વતી કોર્ટમાં હાજર થયેલી રેબેકા જ્હોને કહ્યું હતું કે સંજયસિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, "વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે." તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ ધોરણ-12/કોલેજના અંતિમ વર્ષવાળા વિદ્યાર્થીઓ આપી શકશે પોલીસની પરીક્ષા, હસમુખ પટેલની જાહેરાત

AAP સાંસદની અરજી ફગાવી દીધી

વાસ્તવમાં, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા માનહાનિના કેસમાં સંજયસિંહને સમન્સ મોકલવામાં આવ્યા છે. સંજયસિંહે સુપ્રીમ કોર્ટમાં સમન્સ રદ કરવા પિટિશન દાખલ કરી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી કરતા AAP સાંસદની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University PM Narendra Modi Sanjay Singh Supreme Court aap Gujarat University

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ