બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Students of class 12th and final year of college can take police exam
Last Updated: 01:44 PM, 8 April 2024
Police Bharti News : પોલીસ અને LRDની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે, હવે ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. મતલબ કે હવે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ પરીક્ષામાં અરજી કરી શકાશે. હસમુખ પટેલે કહ્યું છે કે, શારિરીક પરીક્ષા પહેલા ઉમેદવાર અરજી કરી શકશે.
ADVERTISEMENT
પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
વધુ વાંચો: ગુજરાતમાં આ તારીખે જાહેર રજાનું એલાન, લોકસભાની ચૂંટણીને જોતાં ગુજરાત સરકારનો નિર્ણય
ADVERTISEMENT
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનુ હસમુખ પટેલનું નિવેદન
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનુ હસમુખ પટેલ કહ્યું છે કે, રાજ્યમાં પોલીસ વિભાગમાં 12472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી છે. OJAS પર પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ થયા છે. આ સાથે તેમણે કહ્યું કે, અરજીઓની ઝડપ જોતાં હજી 7.5 લાખ ફોર્મ ભરાવાની શક્યતા છે. આ સાથે હસમુખ પટેલે નિવેદન આપ્યું છે કે, લોકરક્ષક અને PSI ભરતી પરીક્ષામાં 10 લાખ અરજી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.