બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / decision Gujarat government view Lok Sabha elections
Last Updated: 01:51 PM, 8 April 2024
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મતદાનનાં દિવસે જાહેર રજાની જાહેરાત કરી
લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે. તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈ સરકારની મહત્વની જાહેરાત, મતદાનના દિવસ 7 મેના રોજ ગુજરાતમાં રહેશે જાહેર રજા, સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો પરિપત્ર #LokSabhaElections2024 #LokSabhaElections #Gujarat #Gujaratgov #election #Breakingnews #gujaratinews #vtvgujarati pic.twitter.com/HbiR91Sakj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2024
ADVERTISEMENT
વધુ વાંચોઃ VIDEO: 'વડોદરા ભાજપનું લશ્કર ક્યાં લડે છે', સિનિયર નેતા થયા નારાજ, ગાંધીનગર સુધી રજૂઆત
Schedule :General Election to Lok Sabha 2024#ECI #GeneralElections2024 pic.twitter.com/2fjMIsxIw3
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીનો આખો કાર્યક્રમ
7 તબક્કામાં મતદાન
19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન
1 જુનના દિવસે છેલ્લા તબક્કાનું મતદાન
4 જુને રિઝલ્ટ
વોટિંગથી રિઝલ્ટ સુધી 46 દિવસનો સમય
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.