બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Former MLA and senior leader of BJP in Vadodara launched a revolt against BJP

લોકસભા ચૂંટણી 2024 / VIDEO: 'વડોદરા ભાજપનું લશ્કર ક્યાં લડે છે', સિનિયર નેતા થયા નારાજ, ગાંધીનગર સુધી રજૂઆત

Published By: Vishal Khamar

Last Updated: 12:53 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં લોકસભાનાં નવા ઉમેદવાર બાદ પણ વિરોધ યથાવત છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા નારાજ થયા છે. આ સમગ્ર બાબતે વડોદરાનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.

 

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ ઠેર ઠેર લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સાબરકાંઠા, વડોદરામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ વિરોધ શાંત થવાની જગ્યાએ વધી રહ્યો છે. ભાજપે રંજન ભટ્ટની ટિકિટ કાપી હેમાંગ જોશીને વડોદરામાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. હેમાંગ જોષીનો પણ પક્ષમાં વિરોધ થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો વિખવાદ હવે ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. 

વધુ વાંચોઃ ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે, અંબાલાલની ભયાનક આગાહી

જીતેન્દ્ર સુખડિયાએ ભાજપ સામે બળાપો ઠાલવ્યો
આ સમગ્ર બાબતે વડોદરા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, પક્ષમાં હેમાંગ જોષીનો વિરોધ શરૂ થયો છે.  પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોઈ પૂછનાર નથી. બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય તે ગંભીર બાબત છે. તેમણે એટલે સુધી કહી નાંખ્યું કે, વડોદરા ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં કોઈ જૂન નથી પણ વ્યક્તિઓ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. તેવું પણ પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું. વડોદરામાં દિવસ ઉગતાની સાથે જ યેનક્રેન પ્રકારે આગેવાનોનો વિરોધ, બળાપો અને અસંતોષ ખુલીને સામે આવી રહ્યો છે. ત્યારે ભાજપ ઉમેદવાર બદલે કે પક્ષનો અસંતોષ ડામે તેને લઈને ભારે અસમંજસમાં છે. વિધાનસભામાં 156 બેઠકો મળ્યા બાદ ભાજપમાં અસંતોષ ધીરે ધીરે સામે આવી રહ્યો છે. જો કે લોકસભાના ઉમેદવારોને લઈને ભાજપનો અસંતોષ રસ્તા પર, બેનર પર અને સૂત્રોચ્ચારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ માટે આ સ્થિતિ પહેલી વખત જોવા મળી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Jitendra Sukhdia Lok Sabha Seat Allot Vadodara news vadodara bjp જીતેન્દ્ર સુખડિયા લોકસભા બેઠક વડોદરા ભાજપ વડોદરા સમાચાર હેમાંગ જોશી Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ