બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorologist Ambalal Patel unseasonal rain forecast in the state

વરસાદના વરતારા / ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે, અંબાલાલની ભયાનક આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 02:55 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી દિવોસમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 12 થી 15 એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેના ભાગ રૂપે કમોસમી વરસાદ જોવા મળશે. જે બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે.

રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી હતી કે, અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે. પ્રિ-મોનસુન એક્ટિવિટી દરમ્યાન ગરમીનો પારો નીચો જશે. 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે. જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે. કચ્છનાં ભાગોમાં ગરમીમાં વધારો થશે. 

10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ 
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે.  તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે. 

વધુ વાંચોઃ રૂપાલા વિવાદમાં હવે વિરોધ અને સમર્થનના પોસ્ટરનો મારો, જુઓ ક્યાં કેવો માહોલ

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન
અમદાવાદ 38.8 ડિગ્રી
ગાંધીનગર 38.5 ડિગ્રી
ડીસા  38.7 ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર 39.1 ડિગ્રી
વડોદરા 38.6 ડિગ્રી
સુરત 37.8 ડિગ્રી
અમરેલી 38.8 ડિગ્રી 
ભાવનગર 36.7 ડિગ્રી
રાજકોટ 38.7 ડિગ્રી
સુરેન્દ્રનગર 39.1 ડિગ્રી
મહુવા 38.4 ડિગ્રી
ભુજ  39.5 ડિગ્રી
કંડલા 37.2 ડિગ્રી
કેશોદ  37.4 ડિગ્રી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Unseasonal rains gujarat અંબાલાલ પટેલ કમોસમી વરસાદ ગુજરાત પ્રિ-મોન્સુન એક્ટિવ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત Weather Update

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ