ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / sanjay dutt relationship with daughter trishala going through rough time
ADVERTISEMENT

ADVERTISEMENT
વચ્ચે જ્યારે એવું લાગી રહ્યું હતું કે ત્રિશાલા અને સંજય એકબીજાથી નજીક આવી રહ્યાં છે ત્યારે રિપોર્ટ્સ એવાં આવી રહ્યાં છે કે બંને વચ્ચે અંતર ઘટવાને બદલે વધી રહ્યું છે. હકીકતમાં હાલમાં જ સંજય દત્તે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેને દુનિયાભરના ચાહકોએ વિશ કર્યુ હતું પરંતુ ત્રિશાલા આ પ્રસંગથી દૂર રહી હતી.

ADVERTISEMENT
પિતા સંજય દત્તના જન્મદિવસના કેટલાંક દિવસો પહેલાં જ ત્રિશાલાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેના બૉયફ્રેન્ડની અચાનક મોત થઈ ગઈ છે જેથી તે આઘાતમાં છે. કહેવાય છે કે આ ઈમોશનલ મોમેન્ટમાં પણ સંજયે તેના સાથે વાત ન કરી અને ન કોઈ રિએક્શન આપ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કારણથી ત્રિશાલા પણ સંજય દત્તના જન્મદિવસ પર કોઈ પણ પ્રકારની પોસ્ટ કે ખુશી જાહેર કરતી દેખાઈ નહીં. રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે સંજયે ત્રિશાલા માટે દરવાજા બંધ કરી દીધાં છે. કારણકે ન તો તેને ખ્યાલ છે કે તેની દીકરી કેમ છે અથવા તો તેની જીંદગીમાં શું ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપરાંત સંજય ક્યારેય પણ ત્રિશાલા સાથે ઈમોશનલ કનેક્શન બનાવી શક્યો નથી. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ કનેક્શન નથી. જેથી જ આ પરિબળો તેમની વચ્ચેના અંતરનું કારણ બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ