બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sandeep Reddy Vanga lashed out at Kabir Singh actor, says I will replace your face with AI
સંદીપ રેડ્ડી વાંગા.. આ નામ લગભગ લોકોએ સાંભળ્યું જ હશે. સંદીપ રેડ્ડી પોતાની ફિલ્મો વિશે કોઈ ખરાબ વાત સાંભળવા માટે તૈયાર નથી પછી તે રણબીર કપૂરનું એનિમલ હોય કે પછી શાહિદ કપૂરની કબીર સિંહ. તાજેતરમાં જ અભિનેતા આદિલ હુસૈને 'કબીર સિંહ'ને લઈને નિવેદન આપ્યું હતું. જે પછી વાંગા ગુસ્સે થઈ ગયા હતા અને એમને ત્યાં સુધી કહ્યું કે તે AI સાથેની ફિલ્મમાં અભિનેતાનો ચહેરો બદલી નાખશે.
ADVERTISEMENT
😂 OH MY LORDT 😂
— Rekha G 🍉 (@RekhaBachchan) April 18, 2024
— been offline all-day so missed what this ^ was in reference to… just realised it’s the latest #Bollywood cat-fight, between: #SandeepReddyVanga 🐱 x #AdilHussain 🦁 https://t.co/VUaIJnT02Z pic.twitter.com/CJ0k3SuCkC
ADVERTISEMENT
ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ કબીર સિંહમાં કોલેજ ડીનની ભૂમિકા ભજવનાર અભિનેતા આદિલ હુસૈને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને આ ફિલ્મ કરવા બદલ પસ્તાવો થાય છે અને તે શરમ અનુભવે છે. એમને કહ્યું કે, જો મને મારી કારકિર્દીમાં કોઈ ફિલ્મ કરવાનો અફસોસ છે, તો તે ફિલ્મ છે 'કબીર સિંહ'. આ એકમાત્ર એવી ફિલ્મ છે જે હું કરવા માંગતો ન હતો. પણ મેં એ ફિલ્મ કરી. મેં કર્યો એ સીન સારો હતો પણ જ્યારે હું ફિલ્મ જોવા ગયો ત્યારે મને એવું લાગ્યું કે આવી ફિલ્મમાં હું શું કરું છું?
Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO
— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024
I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂
ADVERTISEMENT
આદિલે એમ પણ કહ્યું હતું કે, 'તે ફિલ્મ દરમિયાન હું બીજા કામમાં વ્યસ્ત હતો. નિર્માતાઓ મને એક દિવસ માટે બોલાવતા હતા, મેં તેમને પણ ના પાડી. મેં મેનેજરને પણ કહ્યું કે એટલા પૈસા માંગો કે તેઓ પોતે ના પાડે. પરંતુ નિર્માતાઓ તે પૈસા માટે પણ સંમત થયા હતા. પછી મારે એ ફિલ્મ કરવી પડી હતી.'
ADVERTISEMENT
વધુ વાંચો: રાજકુમાર રાવે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીર વાઈરલ થયા બાદ અભિનેતાએ જણાવી હકીકત
તેના જવાબમાં સંદીપ રેડ્ડી વાંગાએ X પર પોસ્ટ કર્યું કે તમારી 30 આર્ટ ફિલ્મોએ તમને આટલી પ્રસિદ્ધિ નથી અપાવી જેટલી એક બ્લોકબસ્ટર ફિલ્મના અફસોસે આપવી છ. મને તમને કાસ્ટ કરવાનો અફસોસ છે, એ જાણીને કે તમારી લાલચ તમારા જુનુનથી મોટી છે.. તમને શરમથી બચાવવા માટે હું AI ની મદદથી તમારો ચહેરો બદલી દઇશ.'
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.