બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રક્ષાબંધનનું પર્વ ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક છે. બહેનનાં રક્ષણ માટે તો ભાઈ હંમેશા હાજર રહે જ છે પણ આ દિવસે એ ભાઈની રક્ષા માટે બહેન પ્રાર્થના કરે છે અને હાથ પર રાખડી બાંધે છે.
પણ કેટલાક એવા ભાઈઓ પણ છે જે આખા દેશની રક્ષા કરે છે. એ ભાઈઓ એટલે આપણાં સૈન્યના વીર જવાનો. દેશની રક્ષા કરતાં આ ભાઈઓ ભાગ્યે જ કોઈ તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી શકે છે.
ADVERTISEMENT
પણ સમભાવ મીડિયા લિમિટેડનાં TOP FM દ્વારા આ વખતે એક એવું પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું જેમાં TopFM સાંભળતા અને નાનકડા ગામ કે શહેરમાં લોકો પણ બોર્ડર પર ફરજ બજાવતા આ ભાઈઓને રાખડી બાંધી શકે.
એક રાખી ફૌજી કે નામ
ADVERTISEMENT
Top FM દ્વારા એક કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ ''રક્ષાવીર' અપાયું હતું. એક રાખી ફૌજી કે નામ ટેગલાઇન અને એક ઉમદા વિચાર સાથે શરૂ થયેલ આ કેમ્પેઇન અંતર્ગત ગુજરાત અને જમ્મુ કાશ્મીરનાં Top FM નાં 13 સ્ટેશન્સ પર એફ એમનાં શ્રોતાઓ દ્વારા મોકલવામાં આવેલી સેંકડો રાખડીઓ એકઠી કરીને સુચેતગઢ ઑક્ટ્રાય પોસ્ટનાં BSF નાં જવાનોને પહોંચાડવામાં આવી હતી.
BSF જવાનોના કેમ્પમાં પહોંચ્યા રેડિયો જૉકી
ADVERTISEMENT
ગુજરાતનાં ટોપ એફ એમ નાં રેડિયો જૉકી RJ શૈલી અને જમ્મુનાં RJ વંદિતા પોતે BSF જવાનોના કેમ્પમાં પહોંચ્યા હતા અને તેઓને રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડી બાંધી હતી. એટલું જ નહીં પણ આ સ્થળેથી તેમણે લાઈવ શો પણ કર્યો હતો.
આ અનોખી પહેલ પર વાત કરતાં જમ્મુ કાશ્મીરનાં Top FM નાં હેડ શ્રી નીરજ રકવાલે જણાવ્યું હતું કે “અમે શ્રોતાઓને એવા ભાઈઓને રાખડીઓ સાથે શુભકામનાઓ મોકલવા કહ્યું જેઓ હંમેશા આપણા રક્ષણ માટે બહાદુરીથી લડે છે અને આ રક્ષાબંધન પર તેમની પોતાની બહેનોને મળવા જઈ શક્યા નથી. અમારા શ્રોતાઓએ પણ આપણાં સૈનિકોને પત્રોના રૂપમાં પ્રેમ મોકલ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.