બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Sambeladhar forecast today in many states including UP to Uttarakhand

અનરાધાર / UPથી લઇને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આજે સાંબેલાધાર આગાહી, હિમાચલમાં ભૂસ્ખલનનું જોખમ, જુઓ શું કહે છે IMD

Priyakant

Last Updated: 08:46 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Weather Forecast News: હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી, ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં આજે ભારેથી 'અતિભારે' વરસાદની આગાહી

  • સમગ્ર દેશમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મેઘમહેર
  • ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં આજે 'અનરાધાર'
  • હવામાન વિભાગની ભારેથી 'અતિભારે' વરસાદની આગાહી

સમગ્ર દેશમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે મેઘમહેર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં શુક્રવારથી થઈ રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સાથે IMDએ શનિવારે (29 જુલાઈ) હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કર્ણાટકમાં તોફાની વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે શનિવારે ઉત્તરાખંડના દેહરાદૂન, બાગેશ્વર અને ચમોલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સમગ્ર રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યમાં 29 થી 31 જુલાઈ દરમિયાન ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. 

મુશળધાર વરસાદની સંભાવના
આ સાથે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વીજળી અને મુશળધાર વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યના 50 થી વધુ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ યુપીના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

જમ્મુ-કાશ્મીર સહિત અહીં ભારે વરસાદની સંભાવના
IMD અનુસાર આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ શનિવારે ભારે વરસાદ પડશે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરીના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ઝારખંડ અને મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડશે. 

પીટીઆઈ એજન્સી અનુસાર, હવામાન વિભાગે શનિવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના સ્થાનિક કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે અને નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ પણ વધી શકે છે. હવામાન વિભાગે સોલન, શિમલા અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂર માટે મધ્યમથી ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી તો રાજ્યમાં 3 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ