બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman khan share his next upcoming untitled movie first look on social media. with long hair and black shades and angry look of Salman Khan is dashing.

બોલિવુડ / 'લાંબા વાળ, આંખો પર ચશ્મા...' સલમાન ખાનની આગામી ફિલ્મનો નવો લુક આવ્યો સામે, પોતે શેર કર્યો ફોટો

Published By: Mayur

Last Updated: 01:59 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના 'દબંગ' સલમાન ખાને પોતાની આગામી ફિલ્મનો નવો લુક શેર કર્યો છે. તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

  • સલમાન ખાનની આ વર્ષે  બે ફિલ્મ રીલિઝ થશે
  • છેલ્લે 2021માં ફિલ્મ 'અંતિમ'માં જોવા મળ્યો હતો સલમાન
  • સલમાનનો નવી ફિલ્મમાં જોવા મળશે એક્શન અવતાર

આ ઈદ સલમાન ખાનની કોઈ ફિલ્મ રિલીજ થઈ નથી જેના લીધે તેના ચાહકવર્ગમાં ઘણી નિરાશા જોવા મળી હતી. દબંગ ખાનની આવનારી ફિલ્મ 'કભી ઈદ કભી દીવાલી' અને 'ટાઈગર 3' છે જે આ વર્ષે રિલીઝ થશે. પરંતુ તેના ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. સલમાને પોતાની બીજી એક મોટી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દીધું છે. જોકે આ ફિલ્મના ટાઈટલનો તેને ખુલાસો નથી કર્યો પરંતુ ફિલ્મનું શુટીંગ શરૂ કરતાની સાથે જ પોતાનો લુક જરૂર શેર કર્યો છે.
 

સલમાન ખાને પોતાની નવી ફિલ્મના શૂટીંગ શરૂ કરતાની સાથે ઈન્સ્ટાગ્રામ પર આ લુક શેર કર્યો છે. એક્ટરનો આ નવો લુક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.   જોકે તેમાં તેને ઓળખવો મુશ્કેલ છે. લાંબા વાળ, આંખો પર કાળા ચશ્મા અને હાથમાં લોખંડનો સળીયો પકડતો દેખાઈ રહ્યો છે. ગુસ્સામાં સલમાન ખાનનો આ નવો લુક જોઈને ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે નવી ફિલ્મમાં એક્ટરનો જબરદસ્ત એકશન અવતાર જોવા મળશે.

આ લુક જોયા પછી સલમાન ખાનના ચાહકો આતુરતાથી ફિલ્મના ટાઈટલ અને સ્ટારકાસ્ટની રાહ જોઈ રહ્યા છે. સલમાન 2021માં ફિલ્મ 'અંતિમ' માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઓટીટી પર રિલીજ થઈ હતી અને દર્શકોને વધુ પસંદ આવી નહોતી. હવે સલમાનના ચાહકો તેના દમદાર રોલની સાથે શ્રેષ્ઠ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
'કભી ઈદ કભી દીવાલી'   સિવાય સલમાન ખાન 'ટાઈગર 3' માં પણ જોવા મળશે. જ્યારે શાહરૂખ ખાનની 'પઠાન' અને તેલુગૂ ફિલ્મ 'ગોડ ફાધર' માં પણ તેમનો કેમિયો રોલમાં જોવા મળશે. 'ગોડ ફાધર' તેમની તેલુગૂ ડેબ્યુ ફિલ્મ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Film Salman khan VTV Gujarati news Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ