ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan pooja hegde kisi ka bhai kisi ki jaan naiyo lagda song teaser

બોલિવુડ / 'વેલેન્ટાઈન ડે વીક'માં સલમાન ખાન ફેન્સને આપશે મોટી ગિફ્ટ, રિલીઝ થશે રોમેન્ટિક સૉન્ગ, જુઓ Teaser

Published By: Premal

Last Updated: 02:59 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના લેટેસ્ટ ગીત નય્યો લગદાનુ ટીઝર રીલીઝ થયુ છે. આ ગીતમાં સલમાન સાથે અભિનેત્રી પૂજા હેગડે પણ દેખાઈ રહી છે.

ADVERTISEMENT

  • વેલેન્ટાઈન ડે વીકમાં રીલીઝ થશે સલમાન ખાનનુ રોમેન્ટીક ગીત
  • સામે આવ્યું નય્યો લગદા ગીતનુ ટીઝર
  • આ ગીતમાં પૂજા હેગડે સલમાન સાથે દેખાઈ રહી છે 

'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પહેલા ગીતનુ ટીઝર થયુ રીલીઝ 

સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે ઈન્સ્ટાગ્રામ પર 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના 'નય્યો લગદા'નુ લેટેસ્ટ ગીતનુ ટીઝર રીલીઝ કર્યુ છે. 'નય્યો લગદા'ના આ ટીઝરમાં તમે ગીતનુ ટાઈટલ અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક સરળતાથી સાંભળી અને જોઈ શકો છો. આ સાથે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડે પણ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નય્યો લગદા ગીત ટીઝરમાં સલમાન સાથે દેખાઈ રહી છે. 

ભાઈજાને રીલીઝ તારીખનો કર્યો ખુલાસો

નય્યો લગદા ગીતના આ ટીઝર પરથી સ્પષ્ટ રીતે અંદાજ લગાવી શકાય છે કે આ એક રોમેન્ટિક ગીત થવાનુ છે. એવામાં વેલેન્ટાઈન વીકમાં ભાઈજાનનુ આ લેટેસ્ટ રોમેન્ટીક ગીત પ્રશંસકોના દિલના ધબકારા વધારવા માટે આવી રહ્યું છે. આ ગીતના ટીઝરની સાથે સલમાને આ ગીતની રીલીઝ તારીખનો ખુલાસો કર્યો છે. 

ક્યારે રીલીઝ થશે નય્યો લગદા ગીત 

પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં સલમાન ખાને જણાવ્યું છે કે 'કિસી કા ભાઈ કિસી કી જાન'નુ લેટેસ્ટ ગીત નય્યો લગદા આવતીકાલે 12 ફેબ્રુઆરીએ રીલીઝ થશે. આ ગીતને લોકપ્રિય સિંગર કમાલ ખાન અને પલક મુચ્છલે સુરીલા અવાજમાં ગાયુ છે. જ્યારે દિગ્ગજ મ્યુઝીક કમ્પોજર હિમેશ રેશમિયાએ આ ગીતને કમ્પોજ કર્યુ છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Film Kisi Ka Bhai Kisi Ki Jaan Naiyo Lagda Song Teaser Pooja Hegde Salman khan Film Kisi Ka Bhai Kisi Ki Jaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ