બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Saif Ali Khan also played the role of Ravana in this Adipurush film

મનોરંજન / 'હું એટલો મોટો સ્ટાર નથી કે....', આદિપુરુષ વિવાદો વચ્ચે પ્રથમ વાર સૈફ અલી ખાને મૌન તોડ્યું

Pooja Khunti

Last Updated: 12:22 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ આદિપુરુષ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનાં પાત્રમાં હતો. તેણે હાલ આદિપુરુષ ફિલ્મની નિષ્ફળતા પર પોતાનું મૌન તોડ્યું છે.

  • હું કઈ એટલો મોટો સ્ટાર નથી, જે કઈ કરી શકે
  • મે ક્યારેય ખુદને મોટા સ્ટાર તરીકે નથી વિચાર્યો
  • મારા માતા-પિતા મોટા સ્ટાર રહ્યા છે

આદિપુરુષ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સાઉથનો હીરો પ્રભાસ અને બોલીવુડ હિરોઈન કૃતિ સેનન એક સાથે જોવા મળ્યા હતા. ખાનગી અહેવાલો મુજબ આ ફિલ્મ કુલ 600 કરોડ રૂપિયામાં બની હતી. રિલીઝ થયા બાદ ફિલ્મ આટલી કમાણી કરી શકી નથી. તેનું એક માત્ર કારણ છે, આ ફિલ્મમાં બતાવવામાં આવેલ પાત્રો અને તેના સંવાદો. જેના કારણે લોકોએ તેને પસંદ કરી ન હતી. ફિલ્મ રિલીઝનાં દિવસે કમાણી સારી થઈ પરતું ધીમે-ધીમે આ આંકડો નીચે જતો ગયો. 

સૈફ અલી ખાન
આ આદિપુરુષ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનાં પાત્રમાં હતો. તેણે હાલ આદિપુરુષ ફિલ્મની નિષ્ફળતા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે 'તે ખુદને એવા સ્ટાર તરીકે નથી જોતો જે દરેક પ્રકારનાં પ્રોજેક્ટ શરૂ કરી શકે' તેણે તેની 2019 ની ફિલ્મ લાલ કપ્તાનનું ઉદાહરણ આપ્યું. આદિપુરુષ ફિલ્મ નવદીપ સિંહ દ્વારા દિગ્દર્શન કરવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝનાં પ્રથમ દિવસે માંડ 50 લાખ રૂપિયાની પાર કમાણી કરી શકી હતી. સૈફે હસીને કહ્યું કે "હું કઈ એટલો મોટો સ્ટાર નથી, જે કઈ કરી શકે". 

જાણવા જેવું: કંગાળ લાઈફ જીવી રહ્યો છે બૉલીવુડનો ચોકલેટી બોય! બંગલો ગાડી વેચી માર્યું, હવે ઘરમાં 3 પ્લેટ અને બે કપ બચ્યા

'મને સત્ય પસંદ છે' 
આ વાતચિત સમયે સૈફે વધુમાં કહ્યું કે 'મને સત્ય પસંદ છે' અને મે ક્યારેય ખુદને મોટા સ્ટાર તરીકે નથી વિચાર્યો. મને સ્ટાર બનવું પસંદ છે પણ હું ભ્રમિત થવા નથી માંગતો. મારા માતા-પિતા મોટા સ્ટાર રહ્યા છે, પરતું હું એક સામાન્ય વ્યક્તિ જ છું. જીવનમાં પોતાના સપના પૂરા કરવા માટે બીજું ઘણું બધુ છે. મારુ ધ્યાન હમેશા તેના પર રહ્યું છે. મને લાગે છે કે આપણે ક્યારેય નિષ્ફળતાથી ન ડરવું જોઈએ. 

સાહસી વિકલ્પ
આદિપુરુષ ફિલ્મની નિષ્ફળતા પર તેને જણાવ્યું કે, આ ફિલ્મને લઈને ઘણા લોકો એવું કહે છે કે 'આ એક સાહસી વિકલ્પ હતો'.લોકો જોખમો વિશે પણ વાત કરે છે. પરતું જો તમે મોં પર પડો તો તેને જોખમ ન કહી શકાય. તમારે ટાળવું પડશે, ખરાબ લાગણી અનુભવવી પડશે અને કહેવું પડશે કે, 'સારો પ્રયત્ન હતો પણ નસીબ ખરાબ હતું. હવે આગળ વધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ