બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Sachin Exclaims It seemed jofra was fitting a light bulb

IPL / આ કેચ જોઈને સચિન બોલી ઉઠ્યો: એવું  લાગ્યું કે ઘરનો બલ્બ બદલી રહ્યો છે; જુઓ વીડિયો

Published By: Shalin

Last Updated: 08:09 PM, 26 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલે આઈપીએલની ૪૫મી મેચમાં રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે એક એવો કેચ ઝડપ્યો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે.

આ કેચને જોઈ બધાં ચોંકી ગયાં. કાર્તિક ત્યાગીની બોલિંગ પર ઈશાન કિશન થર્ડ મેન તરફ શોર્ટ રમ્યો. આ દરમિયાન બાઉન્ડરી પર ઊભેલા જોફ્રા આર્ચરે હવામાં ડાઇવ લગાવીને એક હાથે અદભુત કેચ ઝડપી લીધો.

અબુધાબીમાં ગઈ કાલે મુંબઈની ઈનિંગ્સની ૧૧મી ઓવરના ચોથા બોલ પર આ અદભુત કેચ જોવા મળ્યો હતો. સ્ટ્રાઇક પર ઈશાન કિશન હતો અને કાર્તિક ત્યાગી ઓવરનો ચોથો બોલ ફેંકી રહ્યો હતો. કાર્તિકે ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ બોલ ફેંક્યો તો કિશને બેટ ચલાવ્યું અને બોલ તેના બેટમાંથી નીકળીને થર્ડમેન તરફ ગયો હતો. બાઉન્ડરી લાઇન પર ઊભેલો જોફ્રા પહેલાં તો કેચને જજ કરી શક્યો નહોતો, પરંતુ અંતિમ સમયે તેણે હવામાં છલાંગ લગાવી અને બોલ તેના હાથમાં આવી ગયો.

જોફ્રાનો આ કેચ જોઈ સ્ટેડિયમમાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ દિગ્ગજોએ કોમેન્ટ કરી. સચીને લખ્યું, ''જોફ્રાનો કેચ જોઈને એવું લાગ્યું કે તે જાણે પોતાના ઘરનો બલ્બ બદલી રહ્યો છે.''

સંકળાયેલા મુદ્દાઓ

IPL Jofra Archer RR જોફ્રા આર્ચર IPL

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ