બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / saath kya nibhaoge tony kakkar song video sonu sood kicked the fan who came between dance

મનોરંજન / સોનૂ સુદે પોતાના જ ફેનને લાત મારીને કેમ ભગાડયો? જુઓ વાયરલ વિડીયો

Published By: Bhushita

Last Updated: 08:26 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદનું નવું ગીત સાથ ક્યા નિભાઓગે (Saath Kya Nibhaoge) ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે.

  • સોનૂ સૂદનો વીડિયો થયો વાયરલ
  • ફેનને લાત મારીને ભગાવી રહ્યા છે સોનૂ સૂદ
  • લોકોને આ ગીત પર રીલ બનાવવાની કરી અપીલ

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદનું નવું ગીત સાથ ક્યા નિભાઓગે (Saath Kya Nibhaoge) ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. તેને ટોની કક્કડે લખ્યું  અને ગાયું છે અને મ્યુઝિક વીડિયોમાં સોનૂ સૂદ સાથે નિધિ અગ્રવાલ લીડ રોલ પ્લે કરી રહી છે. ખૂબ જ ઓછા સમયમાં આ હીચ યૂટ્યૂબ પર 15મા નંબરે રેન્કિંગ કરી રહ્યું છે. 
 
વાયરલ થઈ રહ્યું છે ગીત
થોડા કલાકોમાં તેને 21 લાખથી વઘારે વ્યૂઝ મળ્યા છે. ગીત તો સુપરહિટ થઈ રહ્યું છે પણ સોનૂ સૂદ ઈચ્છે છે કે લોકો આ ગીત પર રીલ્સ તૈયાર કરે. સોનૂ સૂદે પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે તેને પોસ્ટ કરીને અપીલ કરી કે ફેન્સ પણ રીલ્સ બનાવે. સૌથી મજેદાર સોનૂનો આ વીડિયો છે જેમાં તેઓ ફેન્સ ને અપીલ કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

સોનૂએ શેર કર્યો વીડિયો
વીડિયોમાં સોનૂ સૂદ નિધિ અગ્રવાલ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સમયે એક ફેન સેલ્ફી લેવા આવે છે. ડાન્સની વચ્ચે ડિસ્ટર્બ કરતા સોનૂ સૂદ તે ફેનની ખોપડી ફેરવીને તેને ઊંધો ફેરવે છે અને લાત મારીને ભગાડી દે છે. સોનૂએ આ વીડિયો મસ્તીમાં બનાવ્યો છે. વાસ્તવમાં તેઓએ ફેન સાથે કોઈ અભદ્રતા કરી નથી. 

ફેને સાંભળી સોનૂ સૂદની વાત
સોનૂનો આવીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લાખોની સંખ્યામાં લોકો તેને જોઈ રહ્યા છે. અહીં વાત અન્ય ફેન્સ દ્વારા આ સોન્ગ પર રીલ બનાવાવની છે. સોનૂ સૂદના ફેન તેમની વાત ન સાંભળે તે શક્ય નથી. રિયલ લાઈફ હીરો ગણાતા સોનૂ સૂદની અપીલ કરતાં જ ફેન્સે આ ગીત પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Sonu Sood dance kicked the fan saath kya nibhaoge અપીલ ફેન લાત મારી વીડિયો વાયરલ સાથ ક્યા નિભાઓગે સોનૂ સૂદ sonu sood kicked the fan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ