બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં વીમાની રકમ માટે નરાધમ પુત્રએ લીધો પિતાનો જીવ, ઝીંક્યા કુહાડીના ઘા

કળિયુગનો કપાતર / રાજકોટમાં વીમાની રકમ માટે નરાધમ પુત્રએ લીધો પિતાનો જીવ, ઝીંક્યા કુહાડીના ઘા

Vishal Khamar

Last Updated: 08:37 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના ભાયાવદરના રાજપરા ગામમાં પુત્રએ પિતાની હત્યાની સોપારી આપી હત્યા કરાવી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી બે લોકોની ધરપકડ કરી છે.

રાજકોટ જિલ્લાના ભાયાવદરના રાજપરા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. પુત્રે વીમો પકાવવા માટે પિતાની જ હત્યાની સોપારી આપી હતી. પિતરાઈ ભાઈને જ એક લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. પિતાની વીમાની રકમ માટે હત્યાને અંજામ આપ્યો છે. ભાયાવદર પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી પુત્ર રામ દે જોગે હત્યાની સોપારી આપી હતી.

વડોદરામાં વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરી છે. અંકોડિયા પાસે અઝીઝાબાનુંની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મોટી બહેને જ નાની બહેનની લાખોનો વીમો પકવવા હત્યા કરાવી હોવાનું સામે આવવા પામ્યું છે. 28 નવેમ્બરે 40 લાખનો વીમો ઉતરાવી મોટી બહેને પ્રેમી દ્વારા હત્યા કરાવી હતી.

તાલુકા પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો

વડોદરા ખાતે રહેતી મોટી બહેન ફિરોઝાબાનુંએ પ્રેમી રમીઝ રાજા ઉર્ફે હનીફ શેખ દ્વારા હત્યા કરાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શ્રમકાર્ડ કઢાવવાનું છે તેવું કહી રમીઝ સાથે મોકલી હતી. રમીઝ રાજાએ અંકોડિયા કેનાલ પાસે અંધારામાં લઈ જઈ અઝીઝાબાનુંના દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી હતી. આ સમગ્ર બાબતે તાલુકા પોલીસે સીસીટીવીના આધારે ગુનોનો ભેદ ઉકેલ્યો છે. ફિરોઝાબાનું દિવાન અને રમીઝ રાજા ઉર્ફે હનીફ શેખની ધરપકડ કરી છે.

ફોરેન્સીક રિપોર્ટ બાદ ચોંકાવનારો ખુલાસો થયો

આ બાબતે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા ગ્રામ્યના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આંકડીયા નજીક એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનું ફોરેન્સીક રિપોર્ટ બાદ જાણવા મળ્યું કે તે વ્યક્તિનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે.

ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસે તપાસ શરૂ કરી

ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ખબર પડી કે આ અજીનાબાનું મુસ્તફા દીવાન (ઉ.વર્ષ.36) જે ગોરવા વિસ્તારમાં રહે છે. તેમનો મૃતદેહ છે. પોલીસ દ્વારા મૃતક મહિલના પરિવારનો સંપર્ક કરતા તે અગાઉના દિવસે રાત્રીના 8 વાગ્યાના એકલી નીકળી હતી. તેવી માહિતી પોલીસને મળવા પામી છે.

પોલીસને સીસીટીવી મળ્યા

જે બાદ પોલીસ દ્વારા તાત્કાલીક મૃતક મહિલાની કોલ ડિટેઈલની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા મહિલાના ઘરના તેમજ બનાવના સ્થળના સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સીસીટીવીની તપાસ કરતા કરતા આર્યા હાઈટ્સ પાસે એક ચોકડી ઉપર પહોંચી હતી. જ્યાં એક ઈસમ દ્વારા મૃતક મહિલાને તેમના મોપડ પર બેસાડીને આગળ જતાના સીસીટીવી પોલીસને મળ્યા હતા. પોલીસ દ્વારા તે સીસીટીવી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રમીઝ રાજા દ્વારા મોટો ખુલાસો કર્યો

સીસીટીવીના આધારે પોલીસ દ્વારા આરોપી રમીઝ રાજાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા યુવકનું બ્રેકગ્રાઉન્ડ તપાસવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા રમીઝ રાજાની પૂછપરછ હાથ ધરવામાં આવતા રમીઝ રાજા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સાયકલ બારોબાર વેચી માર્યાના કૌભાંડમાં શિક્ષણ વિભાગ એક્ટિવ, VTV અહેવાલની અસર

40 લાખ રૂપિયાની પોલીસેને લઈ કર્યું મર્ડર

મહિલાની હત્યા કરવા બાબતે રમીઝ રાજાએ જણાવ્યું હતું કે, રમીઝ રાજા ઉર્ફે હનીફભાઈ શેક તેમની મોટી બહેન ફીરોજબાનુ ઉર્ફે અનીષા દિવાન સાથે છેલ્લા પાંચેક વર્ષથી રિલેશનશીપમાં હતો. અને તેની મોટી બહેનના કહેવાથી નાની બહેનનું મર્ડર કર્યું છે. વધારે પૂછપરછ દરમ્યાન પોલીસને ડોક્યુમેન્ટ મળ્યા છે. જેમાં ફિરોજાબાનું દિવાન તરફથી પોતાની બહેનના નામે એક લાઈફ ઈન્શ્યોરન્સની પોલીસી લેવામાં આવી હતી. 28 નવેમ્બરના રોજ 40 લાખ રૂપિયાની પોલીસે લેવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot News Rajkot Crime
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ