બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સુરત / Rupala's comments spread fire in the state, know what angry Kshatriyas had to say

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલાની ટિપ્પણીની આગ રાજ્યમાં પ્રસરી, નારાજ ક્ષત્રિયોએ શું કહ્યુ જાણો

Ajit Jadeja

Last Updated: 02:03 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો

Parasottam Rupala Gujarat: પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી. જ્યારે રૂપાલાના વિરોધની આગ સુરત જિલ્લા સુધી પહોંચી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રાજપૂત સમાજ એ મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

 

સાબરકાંઠામાં રૂપાલા સામે વિરોધ

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગામે ગામ પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં પણ વિરોધની આગ ઊઠી છે. ક્ષત્રિય હિતકરણી સભાના રાજપૂત આગેવાનો એનજી સર્કલ ખાતે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં હાજર લોકોએ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી.

જામનગર પહોચી રૂપાલાના વિરોધની આગ

પરષોત્તમ રૂપાલાનો વિરોધની આગ જામનગર પહોચી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે રાજપુત સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોટા વાગુદડ ગામે બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહિ. 

આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે મોહન કુંડારિયાએ દર્શાવી ઉમેદવારીની તૈયારી
 

 

અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નહી :  પી.ટી.જાડેજા

રૂપાલા સામે વિરોધને લઇ ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા એ જણાવ્યુ છે કે ક્ષત્રિય સમાજની વાચા સાચી છે,ક્ષત્રિયો સાથે અન્યાય થયો છે.ક્ષત્રિય સમાજની એક જ માગ રૂપાલાની ટિકીટ પરત ખેંચે,'ક્ષત્રિય સમાજ કાયમ મોદી સાથે પણ રૂપાલાના નિવેદનથી સમાજમાં રોષ' છે. 'હાલ ફક્ત ગુજરાતમાં વિરોધ છે પણ જરૂર પડશે તો દેશભરમાં વિરોધ કરીશું'.જો ઉમેદવાર નહીં બદલાય તો મહાઆંદોલનની તૈયારી છે. અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નહી.રાજકોટ નહિ કોઈપણ જગ્યાએથી તેમને ટિકિટ ન મળવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ