બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:24 PM, 30 May 2026
પશ્ચિમ બંગાળના સોનારપુર વિસ્તારમાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસાથી પ્રભાવિત થયેલા એક પીડિત પરિવારની મુલાકાત લેવા અને તેમને સાંત્વના આપવા પહોંચેલા ટીએમસી (TMC) ના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનર્જી પર અચાનક એક ઉગ્ર અને હિંસક ભીડે હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપી દરમિયાન હુમલાખોરોએ અભિષેક બેનર્જીના કપડાં ફાડી નાખ્યા હતા અને તેમના ચશ્મા પણ તોડી નાખ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તેમના અંગત સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ તેમને ઘેરી લીધા હતા અને સમયસર માથા પર હેલ્મેટ પહેરાવી દેતા તેમનો જીવ માંડ-માંડ બચ્યો હતો. આ હુમલા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
ADVERTISEMENT
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
ADVERTISEMENT
આ શરમજનક ઘટનાના વિરોધમાં મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોતાની તીવ્ર નારાજગી અને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સત્તાધારી ભાજપ સરકારને ઘેરતા સીધા શબ્દોમાં લખ્યું કે, 'દેશના શાસકો જ હવે પોતે હત્યારા બની ચૂક્યા છે. ભાજપને પોતાની આ નીચ હરકત પર શરમ આવવી જોઈએ.' બીજી તરફ, ખુદ પીડિત સાંસદ અભિષેક બેનર્જીએ મીડિયા સમક્ષ આવીને પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું કે આ હુમલો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ ભાજપ દ્વારા પ્રાયોજિત એક સુનિયોજિત પ્લાન હતો. હુમલાખોરો હથિયારો સાથે આવ્યા હતા અને તેઓ મારી જાન લેવા માંગતા હતા. અભિષેકે દાવો કર્યો છે કે તેમની પાસે આ આખા હુમલાનું વીડિયો રેકોર્ડિંગ પણ હાજર છે અને તેઓ ન્યાય માટે ટૂંક સમયમાં જ હાઈકોર્ટ અને રાજ્યપાલના દ્વાર ખખડાવશે.
Strongly condemn the shocking attack on MP Shri Abhishek Banerjee in Sonarpur, as he went to meet the families affected by post-poll violence in the state.
— Mallikarjun Kharge (@kharge) May 30, 2026
The deliberate lack of adequate police protection for a prominent Opposition leader speaks volumes about the BJP’s…
ADVERTISEMENT
અભિષેક બેનર્જી પર થયેલા આ હુમલાના વિરોધમાં હવે આખું વિપક્ષ એક થઈ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટનાની સખત નિંદા કરતા તેને સંપૂર્ણપણે બદલાની રાજનીતિ (Vendetta Politics) ગણાવી છે. ખડગેએ સવાલ ઉઠાવ્યો કે વિપક્ષના આટલા મોટા કદના નેતા અને સાંસદ લોકેશન પર જવાના હોવા છતાં તેમને પૂરતી સુરક્ષા કેમ ન આપવામાં આવી? સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ન રાખવો એ સાબિત કરે છે કે વિપક્ષી નેતાઓને હેરાન કરવા અને ડરાવવા માટે સરકાર જાણીજોઈને આવું કરી રહી છે.
ADVERTISEMENT
बंगाल में तृणमूल कांग्रेस के महत्वपूर्ण नेता श्री अभिषेक बनर्जी जी के ऊपर जानलेवा हमला करवाकर बंगाल की अराजक भाजपा सरकार ने साबित कर दिया है कि भाजपा नफ़रत भरी नकारात्मक हिंसक राजनीति के सिवा और कुछ नहीं कर सकती है। इतने संवेदनशील वातावरण में भी पुलिस की व्यवस्था न होना एक बड़ी…
— Akhilesh Yadav (@yadavakhilesh) May 30, 2026
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટીના મુખિયા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ પોતાના સત્તાવાર 'X' હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ હુમલાની આકરી ટીકા કરી છે. અખિલેશે લખ્યું કે, 'બંગાળની અરાજક ભાજપ સરકાર નફરત અને હિંસાની રાજનીતિ સિવાય બીજું કશું જ કરી શકતી નથી. આટલા સંવેદનશીલ માહોલમાં અને હિંસા પ્રભાવિત વિસ્તારમાં અચાનક પોલીસનું ગાયબ થઈ જવું એ કોઈ મોટી રાજકીય સાજિશ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.'
આ પણ વાંચોઃ દિલ્હીમાં મોટો આતંકી હુમલો, ISIના 9 એજન્ટ ઝડપાયા, સુરક્ષા દળો પર કરવાના હતો હુમલો
ADVERTISEMENT
વિપક્ષના આ તમામ ગંભીર આરોપો વચ્ચે ભાજપના સ્થાનીય નેતાઓએ પલટવાર કર્યો છે. ભાજપે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે અને ઉલટાનું રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જ સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળ સહિત દેશભરનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.