બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / RTI enumerates cases of vandalism, but govt overly negative

શું કરી શકાય / RTIમાં તોડબાજી કિસ્સા ગણ્યાગાંઠ્યા, પણ સરકાર વધુ પડતી નેગેટિવ કેમ?, ખેલ તો ખરો

Dinesh

Last Updated: 08:28 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહિતી અધિકાર કાયદાના નિષ્ણાત હરિણેશભાઈ પંડ્યા કહે છે, આ કિસ્સાની ગંભીરતાને નકારી ન શકાય પણ RTI ના નબળા અમલીકરણને પણ તેટલીજ પ્રાથમિકતા આપવી જોઈએ

  • સરકારી કાર્યક્રમો, નિર્ણય પ્રક્રિયા અને વપરતાં બજેટ અંગે વધુ પારદર્શક બને તે જરૂરી
  • જાહેર સત્તામંડળોમાં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરનો નહિવત અંમલ
  • 'દરેક RTI કરનાર RTI એક્ટિવિસ્ટ નથી પણ RTI યુજર છે' 


તાજેતરમાં RTI કરનાર નાગરિક દ્વારા RTI કર્યા બાદ ખાનગી નિશાળના સંચાલકો પાસેથી મોટી રકમ લેવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઘટના બાદ સરકાર RTI કાયદા માટે જ નકારાત્મક વલણ અપનાવી રહી હોય તેવું લાગે છે. આ પ્રકારના કિસ્સાઓ જૂજ અને અપવાદરૂપ છે, જે કોઈ પણ કાયદો, કાર્યક્રમ કે નીતિના કિસ્સામાં હોઇ શકે. 

ગુજરાતમાં RTIનો જવાબ નહીં આપનારા 99 અધિકારીઓ વિરૂદ્ધ એક્શન, ફટાકારાયો 9  લાખનો દંડ | Action against 99 officials who did not respond to RTI in  Gujarat, fined 9 lakhs

સિસ્ટમમાં ક્યાં ઘાલમેલ?
માહિતી અધિકાર કાયદામાં કલમ 4 અંતર્ગત તમામ સત્તામંડળોની 17 મુદ્દાઓની માહિતી તેમાં બજેટ, વપરાશ, લાભાર્થી/હક્કદારો, નિર્ણય લેવાની પ્રક્રિયા, આપેલી પરવાનગીઓ, લાઇસનસ, કર્મચારીના જવાબદારી, સત્તા અને પગારો સહિતની વિગતો સામેથી ચાલીને જાહેર કરવાની થાય છે. ગુજરાતમાં મોટા ભાગના જાહેર સત્તામંડળોએ આ માહિતી વ્યવસ્થિત રીતે જાહેર કરેલી, કે અપડેટ કરેલી નથી. વધુમાં RTI કર્યા બાદ જ્યારે ગેરરીતિ છતી થવાની બીક લાગે ત્યારે જાહેર સત્તામંડળો બ્લેકમેલ થતી હોય છે, તેવું ધ્યાનમાં આવ્યું છે. 

'બ્લેક હોય તો બ્લેકમેલ થાય, અને થવાય'
આનો ઉકેલ RTI કાયદાને કે ઉપયોગ કરનારને દોષ દેવાથી નહીં આવે, પણ તે માટે ગેરીરીતિ અટકાવવી પડશે. કેન્દ્રના પ્રથમ મુખ્ય માહિતી કમિશ્નરઓએ પ્રથમ RTI કન્વેન્શનમાં કહ્યું હતું કે બ્લેક હોય તો બ્લેકમેલ થાય, અને થવાય. 

18 વધુ RTI કરનારા ગુમાવી ચૂક્યા છે જીવ
માહિતી અધિકાર કાયદાના નિષ્ણાત હરિણેશભાઈ પંડ્યા કહે છે, આ કિસ્સાની ગંભીરતાને નકારી ન શકાય પણ RTI ના નબળા અમલીકરણને પણ તેટલીજ પ્રાથમિકતા આપવી જોઈએ. ગુજરાતમાં 18 ઉપરાંત નાગરિકો RTI કર્યા બાદ ગેરીરીતિ કરનારાઓની સામે તેમનું નામ જાહેર થવાથી જાન ગુમાવી ચૂક્યા છે, તે પણ ભૂલવું ન જોઈએ. 

અસરકારક ઉપયોગ માટે શું કરી શકાય?
આ ઘટનાના પ્રતિભાવમાં સરકારે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર માટે આઈટી ના ઉપયોગ કરી એક રાજ્ય વ્યાપી પારદર્શિતા પોર્ટલ બનાવવું જોઈએ જેના પર પંચાયત થી માંડીને ગાંધીનગરના વિભાગોની અપડેટેડ માહિતી સહેલાઇથી મળે તેવી સુવિધા (જેમ રાજસ્થાન, કર્ણાટક વગેરે રાજ્યોમાં છે), કરવી જોઈએ. વધુમાં જાહેર માહિતી અધિકારીઓને અને નાગરિકોને RTI ની વ્યવસ્થિત તાલીમ આપીને સક્ષમ કરવા જોઈએ, કે તેઓ પારદર્શિતા માટે પ્રતિબદ્ધ રહે. RTI એક સાધન છે, અને તેના અસરકારક ઉપયોગ માટે પૂરતી જાગૃતિ અને સજ્જતા કેળવાય તે જોવાની જવાબદારી કાયદાએ સરકારને આપી છે. 

વાંચવા જેવું: ગુજરાત ગણોત વહીવટ કાયદા (સુધારા) બિલ વિધાનસભામાંથી પાસ, બિનખેતીવાળી જમીનની જોગવાઇઓમાં મોટા ફેરફાર

ટાસ્ક ફોર્સની રચનાથી કામ બની શકે
માહિતી અધિકાર ગુજરાત પહેલ સરકારને અપીલ કરે છે, આવા કિસ્સાઓ થી RTI માટે નકારાત્મક વલણ ન કેળવાય તે સુનિશ્ચિત કરે અને તેમના તાબા હેઠળના તમામ જાહેર સત્તામંડળોમાં RTI ના અસરકારક અમલીકરણ હેતુ સામાન્ય વહીવટ વિભાગના નેજા હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરે એવી માગણી માહિતી અધિકાર ગુજરાત પહેલના કાર્યકારી સચિવ પંક્તિ જોગે કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ