બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 500 રૂપિયાનો શેર હવે 3700 રૂપિયાને પાર, 3 વર્ષથી ઓછા સમયમાં 600% વધુ તેજી

બિઝનેસ / 500 રૂપિયાનો શેર હવે 3700 રૂપિયાને પાર, 3 વર્ષથી ઓછા સમયમાં 600% વધુ તેજી

Nirav Kumar

Last Updated: 07:33 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Netweb Technologies India ના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ કંપનીના શેર છેલ્લા 6 મહિનામાં 80% થી વધુ ઉછળ્યા છે.

શુક્રવારે BSE પર હાર્ડવેર કંપની Netweb Technologies India ના શેર 6% થી વધુ ઉછળીને 3750.05 રૂપિયા પર પહોંચી ગયા. જે ઇન્ટ્રાડે 22% થી વધુ વધ્યા. છેલ્લા પાંચ દિવસમાં આં કંપનીના શેર છેલ્લા 6 મહિનામાં 80% થી વધુ ઉછળ્યા છે. Netweb Technologies ના શેરમાં ત્રણ વર્ષથી ઓછા સમયમાં ભારે વધારો થયો છે જે 600% થી વધુ વધ્યો છે. Netweb Technologies ના શેરનો 52 અઠવાડિયાનો હાઈ રેટ 4480 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાનો લો રેટ 1278.85 રૂપિયા છે.

Netweb Technologies India ના IPO ભાવ 500 રૂપિયા હતો. આ કંપનીનો IPO 17 જુલાઈ 2023 ના રોજ બોલી લગાવવા માટે ખુલ્યો હતો અને 19 જુલાઈ સુધી ખુલ્લો રહ્યો. નેટવેબ ટેક્નોલોજીસના શેર 27 જુલાઈ 2023 ના રોજ BSE પર 942.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા અને લિસ્ટિંગના દિવસે 910.50 રૂપિયા પર બંધ થયા હતા. 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ નેટવેબ ટેક્નોલોજીસના શેર 3750.05 રૂપિયા પર પહોંચી ગયા હતા. 500 રૂપિયાના ઇશ્યૂ ભાવની તુલનામાં નેટવેબ ટેક્નોલોજીસના શેર ત્રણ વર્ષથી ઓછા સમયમાં 600% થી વધુ વધ્યા છે.

vtv app promotion

નેટવેબ ટેક્નોલોજીસ ઇન્ડિયાના શેર છેલ્લા એક વર્ષમાં 130% થી વધુ વધ્યા છે. સ્મોલ-કેપ હાર્ડવેર કંપનીના શેર 20 ફેબ્રુઆરી, 2025 ના રોજ 1618.60 રૂપિયા પર હતા. 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ કંપનીના શેર 3750.05 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં આ કંપનીના શેરમાં 155% થી વધુનો વધારો થયો છે. નેટવેબ ટેક્નોલોજીસ ઇન્ડિયાનું માર્કેટ કેપ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ 20,725 કરોડ રૂપિયાને વટાવી ગયું. ડિસેમ્બર 2025 ક્વોર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ પ્રમોટર્સ કંપનીના 71% હિસ્સા ધરાવે છે. જ્યારે જાહેર શેરહોલ્ડિંગ 29% છે.

વધુ વાંચો : કારોબારનું ડિમર્જર કરશે સરકારી કંપની, ડીસેમ્બર સુધી IPO લોન્ચ કરવાનો પ્લાન

  • શું કરે છે કંપની?
    નેટવેબ ટેક્નોલોજીસ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ ડિઝાઇન અને ઉત્પાદન કરે છે. કંપનીએ સુપરકોમ્પ્યુટર્સ, AI સિસ્ટમ્સ, પ્રાઇવેટ ક્લાઉડ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર્સ જેવા ડિમાન્ડિંગ કમ્પ્યુટિંગ વાતાવરણ માટે હાર્ડવેર અને સોફ્ટવેરના એન્ડ-ટુ-એન્ડ સપ્લાયર તરીકે પોતાને સ્થાન આપ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ કંપની ટાયરોન બ્રાન્ડ નામ હેઠળ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ વેચે છે જે તેની આવકમાં 35% થી વધુ ફાળો આપે છે. આ કંપનીની ઓફરમાં HPC ક્લસ્ટર્સ અને GPU-ઓપ્ટિમાઇઝ્ડ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shares Price Hardware Company Netweb Technologies India
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ